Placeholder canvas

બોટાદઃ માર્કેટિંગ યાર્ડમાં કપાસની 10 હજાર મણથી વધુ આવક

બોટાદમાં આવેલ સૌરાષ્ટ્રના સૌથી મોટા કોટન યાર્ડમાં કપાસની આવક 10 હજાર મણથી વધુ થઇ છે. ગત વર્ષની સરખામણીમાં આ સમયે કપાસના એક મણનો ભાવ 550 થી 600 રૂપિયા વધીને 1600 રૂપિયા સુધી ખેડૂતોને આપવામાં આવી રહ્યો છે.

કપાસની વ્યાપારીઓઓમાં વધુ માંગ હોવાના કારણે કપાસના ઉંચા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. જેને લઈ ખેડૂતોમાં આનદ જોવા મળી રહ્યો છે. આ વર્ષે બોટાદ શહેર અને જિલ્લામાં 1 લાખ 75 હજાર હેકટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા કોટન યાર્ડમાં રોજના ૧૦ હજાર મણ કપાસ હરાજી માટે આવી રહ્યો છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…https://chat.whatsapp.com/HlDOtkYyOh370E7yJ7j6CM

આ લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…
જે મિત્રો પહેલા થી જ કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાયેલા છે તેમને આ નવા ગ્રુપમાં જોડાવાની જરૂર નથી

આ સમાચારને શેર કરો