Placeholder canvas

વાંકાનેર: કોઠી બસ સ્ટેન્ડ પાસે હાઈવે પર યુટીલિટીનું ટાયર ફાટયુ અને પછી….

વાંકાનેર 27 નેશનલ હાઈવે પર કોઠી ગામના બસ સ્ટેન્ડ પાસે યુટીલીટી નું ટાયર ફાટતા યુટીલીટી પલટી ગઈ હતી અને હાઈવેની નીચે જઇ પડી હતી.

મળેલી માહિતી મુજબ આજે બપોરના વાંકાનેર તાલુકાના કોઠી ગામના બસ સ્ટેન્ડ પાસે નેશનલ હાઈવે પર એક યુટીલીટીનું ટાયર ફાટતાં યુટીલીટી પલટી મારી ગઇ હતી અને હાઈવેથી નીચે ઉતરી ગઈ હતી. સદભાગ્યે કોઈને ઈજા થઈ નથી. પરંતુ યુટીલીટીમાં તાવળીઓ ભરેલી હોવાથી તાવળીઓનો ભૂક્કો બોલી ગયો હતો. તેમજ યુટીલીટીમાં પણ નુકસાન થયું હતું.

આ સમાચારને શેર કરો