skip to content

ધોરણ 10-12ની પૂરક પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર…

  • ધો.12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરિક્ષા 24 જૂનથી 3 જુલાઈ દરમિયાન યોજાશે
  • ધોરણ 10 ની પૂરક પરિક્ષા 24 જૂન થી 4 જૂલાઈ દરમિયાન યોજાશે
  • ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરિક્ષા 24 જૂન થી 6 જૂલાઈ દરમિયાન યોજાશે.

તાજેતરમાં ગુજરાત બોર્ડનું ધોરણ-10 અને 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. આ પરીક્ષામાં નાપાસ થયેલ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા આપવાની વધુ એક તક શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવે છે. આ વર્ષે પણ નાપાસ થયેલ વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પૂરક પરીક્ષાઓનું ટાઈમટેબલ જાહેર કરી દેવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 24 જૂનથી 6 જુલાઇ દરમિયાન ધોરણ 10 અને 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે. પૂરક પરીક્ષાઓને લઈને બોર્ડ દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરીને જણાવ્યું છે કે આગામી 24 જૂનથી 4 જુલાઇ દરમિયાન ધોરણ 10ની બોર્ડની પૂરક પરીક્ષા યોજાશે. તો સાથે સાથે જણાવવામાં આવ્યું છે કે, આગામી 24જૂનથી 3 જુલાઈ દરમિયાન ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરિક્ષાઓ યોજાશે. જ્યારે, 24 જૂન થી 6 જૂલાઈ દરમિયાન ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરિક્ષાઓ યોજાશે.

આ સમાચારને શેર કરો