skip to content

સુરતની બાઇકિંગ ક્વિન્સે, બાઈક પર 89 દિવસમાં 21 દેશનો 21 હજાર કિમીનો પ્રવાસ કરી પરત ફરી…

આ બાઇકિંગ ક્વિન્સે તેમના ઐતિહાસિક પ્રવાસમાં 21 દેશોની મુલાકાત લીધી જેમાં તેમણે 3 મહાદ્વિપોમાં 21000 કિલોમીટર પણ વધારે અંતર કાપ્યું,

સુરતની 3 મહિલા બાઇકિંગ ક્વિન્સ જે ભારતથી લંડન સુધીનો ઐતિહાસિક પ્રવાસ અભિયાન બાઇક ઉપર 89 દિવસમાં સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ આજે મહિલા અને બાળ વિકાસમંત્રી શ્રીમતિ સ્મૃતિ ઇરાની સાથે મુલાકાત કર્યા બાદ સુરત પરત ફર્યા હતા. આ બાઇકિંગ ક્વિન્સે તેમના ઐતિહાસિક પ્રવાસમાં 21 દેશોની મુલાકાત લીધી જેમાં તેમણે 3 મહાદ્વિપોમાં 21000 કિલોમીટર પણ વધારે અંતર કાપ્યું, જેમાં તેમણે – “ રાઇડ ફોર વુમેન્સ પ્રાઈડ” અને “બેટી બચાવો, બેટી પઠાવો”નો સંદેશો આપ્યો હતો.

સુરતની આ બાઈકિંગ ક્વિન્સે 3 મહિલા મોદી થી પ્રેરિત થઈને રાઇડ ફોર વુમેન્સ પ્રાઈડ” અને “બેટી બચાવો, બેટી પઠાવો”નો સંદેશો 5મી જૂનના રોજ ઉત્તરપ્રદેશથી તેમના વિશ્વપ્રવાસની શરૂઆત કરી હતી અને આ રાઇડને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લીલી ઝંડી દેખાડી પ્રસ્થાન કરાવી હતી. તેમણે જે દેશોની મુલાકાત લીધી ત્યાંના તમામ પ્રકારના ભૂ-પ્રદેશને આવરી લીધો હતો. મોસ્કોમાં રશિયા બાઇકિંગ ક્વિન્સના એક સભ્ય જિનલ શાહની બાઇક અને પાસપોર્ટ, પરમિટ ગુમાવતા તેમણે ત્યાંથી સ્વદેશ પરત ફરવું પડ્યું હતું. બાઈકીંગ ક્વીન્સે એક સાથીને દુ:ખ સાથે છોડીને એમની સંમતીથી આગળ વધવાનું નક્કિ કર્યુ હતું . કુદરતે પણ બાઇકિંગ ક્વિન્સની હજી પરીક્ષા લેવાનું નક્કી લીધું હતું અને જ્યારે તેઓ એમ્સ્ટરડેમ, નેધરલેન્ડમાં હતા ત્યારે તેઓ જે સ્થળે રોકાયા હતા તે હોટેલના પાર્કિંગમાંથી તેમની 2 બાઇક ગુમ થઇ ગઇ હતી. બાઇકિંગ ક્વીન્સએ ફરિયાદ દાખલ કરી અને ત્યારબાદ ભાડે બાઇક લઇ પ્રવાસ પૂર્ણ કરવા આગળ વધ્યા હતા. ત્યારબાદ તેઓએ 15મી ઓગસ્ટના રોજ સ્પેનના બાર્સિલોનામાં ભારતનો રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો અને ત્યાંના ભારતીય સમુદાય સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી.

લંડનમાં તેમની સવારી પૂર્ણ કર્યા બાદ ત્યાંના લંડન એસ કાફેમાં બાઇકિંગ કોમ્યુનિટી દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. લંડનમાં ભારતીય હાઈ કમિશન સાથે તેમની મુલાકાત બાદ સરદાર પટેલ ફાઉન્ડેશન દ્વારા તેમના માટે લંડનમાં એક વિશેષ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુનાઇટેડ કિંગડમના વિવિધ સંસદસભ્યો, ભારતીય ઉચ્ચ આયોગના પ્રથમ સચિવ અને અન્ય જાણીતા મહાનુભાવો તેમજ વિવિધ સંસ્થાઓ ઉપસ્થિત રહી હતી. જોકે આ યાત્રા પુરી કરી આજે સુરત ખાતે પાર્ટ ફર્યા હતા જ્યાં સુરત લોકો એ તેમનું સ્વાગત કર્યું હતું.

બાઈકિંગ ક્વિન્સ સારિકા મહેતાએ જણાવ્યું કે, આ ઐતિહાસિક પ્રવાસે અમને અમારા જીવનભરનો યાદગાર અનુભવ આપ્યો છે, જે હંમેશા અમારા દિલની નજીક રહેશે. તમામ દેશોમાં ભારતીયો તરફથી મળેલા જબરદસ્ત સમર્થને અમને સમજાવી દીધું છે કે ગમે તે થાય, આપણે બધા ભારતીયો ભાઈ-બહેન છીએ અને હંમેશાં એકબીજાને મદદ કરીશું અને એક બીજા માટે ઊભા રહીશું. લંડનના એસ કાફે ખાતે ભારતનું પ્રતિનિધિત્વ કરવું તે અત્યંત ગૌરવપૂર્ણ હતું, જ્યાં વિશ્વભરના બાઇકરો હાજર હતા. હું જેમણે “મહિલા ગૌરવ” માટે આ ઐતિહાસિક અભિયાન પર બાઇકિંગ ક્વીન્સને સમર્થન આપ્યું અને પ્રેરિત કર્યા છે, તે તમામનો આભાર માન્યો હતો. જોકે મોદીથી પ્રેરિત થઈને ‘બેટી બચાવ’ અને ‘બેટી પઢાવ’ અંતર્ગત પ્રવાસ કર્યો હતો જયારે આ વખતે રાઇડ ફોર વુમેન્સ પ્રાઈડ” અને “બેટી બચાવો, બેટી પઠાવો”નો સંદેશો સાથે આ બાઈક રાઇડિગ શરુ કર્યું હતું.

🍁🍁🍁🍁🍁🍁🍁🍁

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનની મોબાઇલ ઍપ્સ ડાઉનલોડ કરો…..

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો