કપ્તાન ઇમ્પેક્ટ: હવે વાંકાનેરમાં પીયુસી સરકાર માન્ય ભાવે કાઢવાની શરૂઆત…!!!
વાંકાનેર: ચમત્કાર વગર નમસ્કાર નથી આ પંક્તિ યથાર્થ પીયુસી પ્રકરણમાં થઈ છે. ગઈકાલ સુધી વાંકાનેરમાં પીયુસી કાઢનાર પાવન પીયુસી બેફામ લૂંટ ચલાવી રહ્યું હતું. તે આજે સરકાર માન્ય ભાવે કાઢવા મજબુર થઈને શરૂઆત કર્યાની માહિતી મળી રહી છે.
કપ્તાન અને સાથી પત્રકારો ની ટીમને માહિતી મળી કે પાવન પીયુસી માં સરકાર માન્ય ભાવ કરતા ડબલ થી પણ વધુ ભાવ લઈને પીયુસી કાઢવાનો ગોરખ ધંધો ચાલુ થયો છે. આ માહિતીના આધારે કપ્તાન ના તંત્રી અયુબ માથકીઆ અને સાથી પત્રકાર મિત્રો શાહરૂખ ચૌહાણ અને અર્જુનસિંહ વાળા એ પાવન પીયુસી પાસે જઈને ખરેખર હકીકત ની તપાસ કરતા અને લાઇવ વિડિયો શરૂ કર્યો હતો ત્યાં જ પાવન પીયુસી નું શટર પડી ગયું હતું. અને કનેક્ટિવિટી ન હોવાથી બંધ કરી દીધા ની વાત કરી હતી. જ્યારે સટર ઉપર મશીનમાં ખરાબ થયાનું બોર્ડ માર્યુ હતું.
આ અંગેની મોરબી જિલ્લા કલેકટર, એસપી અને ટ્રાફિક કમિશનરને ટ્વિટ અને ટેલિફોનીક ફરિયાદ આ પત્રકાર ટીમે કરી હતી. જેમની અનુસંધાને પાવન પીયુસી ને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી. આ કારણદર્શક નોટિસ મળતા જ પાવન પીયુસી ના પગ ધરતી પર આવી ગયા હતા અને આજે બપોર સુધી બંધ રાખ્યા પછી બપોર બાદ સરકાર માન્ય ભાવનું બોર્ડ મારી ને એ ભાવ મુજબ જ પીયુસી કાઢવાની શરૂઆત કરી છે.
આમ વાંકાનેરમાં ખુલ્લેઆમ રીતે પબ્લિકને લૂંટનાર વ્યક્તિની શાન ઠેકાણે લાવવા માટે અને સરકાર માન્ય ભાવ પ્રમાણે જ પી યુ સી કાઢવા માટેની ત્રણ પત્રકારો ની ટીમ મેદાને ઉતરી હતી અને તેમાં તે સફળ પણ થઈ છે. હવે સરકાર માન્ય ભાવે વાંકાનેરની જનતાને પિયુસી મળશે.
કપ્તાનની આ લડતમાં લોકોએ પણ ખૂબ ટેકો આપ્યો હતો અને કપ્તાનનું લાઈવ સાડા છ હજારથી વધુ લોકોએ જોયું અને તેમાં કોમેન્ટ કરી અને શેર પણ કર્યુ. આ લોકહિત માટેની કપ્તાને શરૂ કરેલી લડતમાં સહકાર આપનાર તમામ જાગૃત જનતાનો કપ્તાન હદય પૂર્વક આભાર માને છે.
🔔સત્યમેવ જયતે 👍જય જનતા👍
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/DhXnhnr1AzGBytQ4BGHLIc
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…