વાંકાનેર: કારખાનેદાર ઉપર ચાર શખ્સોનો લોખંડના પાઇપ વડે હુમલો
વાંકાનેર : વાંકાનેરમા કારખાનેદાર ઉપર ચાર શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે સિટી પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેરમા હસનપર રેલવે ફાટક કારખાનું ધરાવતા પરેશભાઈ દેવજીભાઈ બદરકિયા ઉ.વ.42એ વાંકાનેર સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેમના કારખાનાના બાજુના થાંભલા પાસે પથ્થર નાખીને ફેન્સીગ કામ ચાલતું હોય તેઓએ આ કામ કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા સતાભાઈ, મૂંધો સહિતના ચાર શખ્સોએ તેમના પર લોખંડના પાઇપ વડે હુમલો કરીને માર માર્યો હતો. આ ફરિયાદના આધારે પોલીસે ચાર શખ્સો સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.