Placeholder canvas

વાંકાનેરમાં વરલી ફીચરનો જુગાર રમતો એક ઝડપાયો

વાંકાનેર : વાંકાનેર પોલીસે બાતમીના આધારે વાંકાનેરમાં બાપુના બાવલા પાસે જી.ઇ.બી ઓફીસની પાછળની શેરીમા જાહેરમાં વરલી ફીચરનો જુગાર રમતો એક આરોપીને ઝડપી લીધો હતો. પોલીસે આ આરોપી સામે જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે તા.૧૭ ના રોજ વાંકાનેરના બાપુના બાવલા પાસે જી.ઇ.બી ઓફીસની પાછળની શેરીમા જાહેરમાંવરલી ફીચરનો જુગાર રમતા આરોપી અબ્દુલકરીમભાઇ અબ્દુલકાદરભાઇ કાદરી (ઉ.વ ૨૬ ધંધો મજુરી, રહે કુંભારપરા શેરી નં ૦૫-વાંકાનેર) ને વર્લી ફીચરનુ સાહીત્ય તથા તથા રોકડ રૂપીયા ૧૧૫ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. પોલીસે આ આરોપી સામે જુગારધારા હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો