વાંકાનેર: બાઉનટ્રી પાસે થયેલ લૂંટના કેસમાં વધુ એક આરોપી પકડાયો
વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા વાંકાનેર નેશનલ હાઇવે પર થયેલ લૂંટમાં વધુ એક આરોપીને પકડી પાડ્યો છે. આ બનાવમાં અગાઉ બે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા અને હાલમાં અન્ય ત્રણ આરોપીઓની શોધખોળ ચાલુ છે.
ગત તા. 23/11/2019 ના રોજ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ ફરિયાદી તથા તેની સાથેના વ્યક્તિ તેનું આઇસર વાહન વાંકાનેર બાઉન્ડરી ટોલ નાકા આગળ રોડ પર રાખી લઘુશંકા માટે ગયા ત્યારે આરોપીઓએ તેઓને લાકડાના ધોકા વડે માર મારી છરી દેખાડીને ફરિયાદીના પાકીટમાં રહેલ રોકડ રૂ. 11,000 તથા એક મોબાઈલ અને ચાંદીની વીંટીની લૂંટ કરી નાસી ગયા હતા.
આ કેસના આરોપીઓને પકડવા માટે મોરબી LCB ટીમ તથા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા જુદી-જુદી ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં ગઈકાલે આરોપી શૈલેષ ઉર્ફે જગદીશ મનસુખ ઉર્ફે મસો રાઠોડ (ઉ.વ. ૨૬, રહે. થાનગઢ વિટકો પોટરી પાછળ, આંબેડકરનગર શેરી નં.૪)ની અટકાયત કરવામાં આવેલ છે.
ઉલ્લેખનીય છે કે કનુ અમરાભાઇ વાળા (ઉ.વ. 22, ધંધો મજૂરીકામ, રહે. થાનગઢ વિટકો પોટરી પાછળ, આંબેડકર શેરી નં. 4, તા. થાનગઢ, જી. સુરેન્દ્રનગર) તથા ધીરજ કરશનભાઇ ગોહિલ (ઉ.વ. 23, ધંધો-મજૂરીકામ, રહે. થાનગઢ વિટકો પોટરી પાછળ, આંબેડકર શેરી નં. 4, મૂળ ગામ – સોલડી, તા. ધ્રાંગધ્રા, જી. સુરેન્દ્રનગર)ને પકડી તેની પાસેથી લૂંટમાં મેળવેલ રોકડ રૂ. 3000 કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. હાલમાં પોલીસ દ્વારા આ બંને આરોપીઓની સાથે લૂંટ કરવામાં સામેલ આરોપીઓ મુકેશ ઉર્ફે ટારઝન ગોગીયા, ભારત રાજાભાઈ ગોગીયા તથા શૈલેષ કાનાભાઇ ગોહિલ શોધખોળ ચાલુ છે.