વાંકાનેર તાલુકા કક્ષાની સ્વતંત્ર દિવસનિ ઉજવણી જોધપર ખાતે કરવામાં આવી

વાંકાનેર આજે ૭૩ માં સ્વતંત્ર દિવસની વાંકાનેર તાલુકા કક્ષાની 27 નેશનલ હાઇવે પર આવેલા તાલુકાના જોધપર ગામ ખાતે કરવામાં આવી હતી.

આજે તાલુકા કક્ષાની ઉજવણી વાંકાનેર તાલુકાના જોધપર ખાતે કરવામાં આવી હતી જ્યાં પ્રાંત અધિકારી એન એફ વસાવાએ ધ્વ્જ્વવંદન કર્યું હતું. પ્રાંત અધિકારી એ પોતાના પ્રવચનમાં સરકાર તરફથી કરવામાં આવેલી કામગીરી અને સરકાર દ્વારા ચલાવવામાં આવતી ઝુંબેશોની વાત કરીને 73 મા સ્વતંત્ર દિવસની તમામ લોકોને શુભેચ્છા પાઠવી હતી.

આ તાલુકા કક્ષાના ખૂબ ટૂંકા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા ત્રણ-ચાર કૃતિઓ રજુ કરવામાં આવી હતી તેમને પ્રોત્સાહન આપવા માટે ઉપસ્થિત રહેલા મહેમાનોએ ઇનામ આપ્યા હતા. આ કાર્યક્રમમાં ખાસ રાજકોટ ના સાંસદ મોહનભાઇ કુંડારીયા ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત ધારાસભ્ય, તાલુકા પંચાયતના પ્રમુખ અને ગામના સરપંચ અને આગેવાનો તેમજ વહીવટી અને પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

આ ઉજવણીમાં ગ્રામ વિકાસ માટે પ્રાંત અધિકારી એ સરપંચ ગુલામ હુશેન શેરસિયને પાંચ લાખનો ચેક અર્પણ કર્યો હતો, જે ગામના વિકાસ કાર્યોમાં વાપરવામાં આવશે. તેમજ ગામમાં બનેલી નવી સ્કૂલ માટે જેમને મહત્વનો ફાળો હતો એવા યુનુસ શેરસિયાનુ સરપંચ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

✍✍✍✍✍✍✍✍

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/LlM6agxsWIZLQXliyGBEDZ

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો