Placeholder canvas

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે અંબાલાલ પટેલની વરસાદની આગાહી…

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરા સાથે કમોસમી વરસાદ થવાની પણ આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. તારીખ 21થી 24 દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાદળો ઘેરાઈ શકે છે. કેટલાક ભાગોમાં તા. 26 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પવન વધુ રહેશે. કચ્છના ભાગોમાં પવન વધુ રહે અને વાદળ રહેવાની શક્યતા છે. આ દરમિયાન દરિયાકિનારાના કેટલાક ભાગોમાં પણ પવન સાથે ક્યાંક ક્યાંક હળવો વરસાદ પડી શકે.

અંબાલાલ પટેલની નવી આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વસતા લોકોએ વરસાદની તૈયારી સાથે ચાલવાનું રહેશે. 26 માર્ચ સુધીમાં ઘણા ભાગોમાં મેઘરાજા ખાબકી શકે છે. આગાહી બાદ એવું લાગે છે કે ઉનાળામાં પણ ગુજરાતમાં હવે ફરીથી વાદળો મંડરાવા લાગશે. અંબાલાલે કહ્યું કે ચારેકોર વાદળો ઘેરાઈ શકે છે. કેટલાક ભાગોમાં તા. 26 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પવન ફૂંકાશે અને કચ્છના ભાગોમાં પવન વધારે રહેવાની તેમજ વાદળધાયું વાતાવરણ રહેશે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં હિટવેવની આગાહી છે. આજે સૌરાષ્ટ્ર વિસ્તારમાં હિટવેવની આગાહી છે. તો દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, કચ્છ અને મહીસાગરમાં હળવા વરસાદની આગાહી છે. ગીર સોમનાથ, દીવ અને પોરબંદરમાં હીટવેવની શક્યતા છે. ગુજરાતમાં અરબ સાગરથી ભેજ આવતા કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ આવશે.

આ દરમિયાન દરિયાકિનારાના કેટલાક ભાગોમાં પવન સાથે ક્યાંક ક્યાંક હળવો વરસાદ ખાબકશે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અંબાલાલ પટેલનું કહેવું છે કે પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ પડશે. એટલુ જ નહિ, હોળીના દિવસે વાદળવાયુ વાતાવરણ રહેશે. આ દિવસોમાં ઉત્તર ગુજરાત, મધ્ય અને પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ પડશે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, દિવાળીના બીજા દિવસે એટલે કે બેસતા વર્ષથી હોળી સુધી આકાશમાં જે કસ (ચોમાસામાં વરસાદ થવા માટેનાં વાદળનાં ચિહ્ન) દેખાય તેના 225 દિવસ પછી જે વિસ્તારમાં કસ દેખાયો હોય ત્યાં વરસાદ થવાની સંભાવનાઓ રહેતી હોય છે. આ દેશી વિજ્ઞાનની વાત કરીને હાલ જે વાદળો થાય છે તેને પણ કસ ગણવાનો છે. હાલ હોળી નજીક છે ત્યારે આ કસનો છેલ્લો રાઉન્ડ છે.

આ સમાચારને શેર કરો