વાંકાનેર: કારખાનામાં રહેતી સગીરાનું અપહરણ થયાની પોલીસ ફરિયાદ 

જય જગતાત..

વાંકાનેર : પંચાસીયા ગામ પાસે એક કારખાનામાં રહેતી સગીરાનું અપહરણ થયું છે. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.

વાંકાનેર પોલીસ મથકેથી મળેલી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ વાંકાનેરના પંચાસીયા ગામમાં એક કારખાનામાં રહીને કામ કરતા સગીરાના ભાઈએ ગઈકાલે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ લખાવી છે.

ગત તા. 19 ઓક્ટોબરના રોજ તેની સગીર વયની બહેનને કોઇ અજાણ્યો માણસ લલચાવી ફોસલાવીને અગમ્ય કારણસર અપહરણ કરી ગયેલ છે. હાલમાં પોલીસ આરોપી અને સગીરાની શોધખોળ કરી રહી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો….. https://chat.whatsapp.com/HWrLHO2pDzq71nTwu0solK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો