વેલેન્ટાઈન્સ ડેની અનોખી ઉજવણીઃ યુવાનોએ Audi, BMW સહિતની ૪૦ લક્ઝૂરિયસ કારમાં ગરીબ બાળકોને કરાવી મોજ

મોરબી: મોરબીમાં વેલેન્ટાઈન ડે ને અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો જેમાં શહેરના ગરીબ બાળકોએ લકઝરી કારમાં ‘જોય રાઈડ’ માણી હતી મોરબીમાં છેલ્લા ત્રણ વર્ષથી વેલેન્ટાઈન ડે ની આ રીતે ઉજવણી કરવામાં આવે છે.

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ગરીબ બાળકો માટે આજે ‘જોય રાઇડ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઓડી, મર્સીડિઝ, બીએમડબલ્યુ જેવી 40 પોશ કારમાં શહેરના પછાત વિસ્તારોમાં આવેલી સરકારી શાળાઓના 200 થી વધુ બાળકોએ સફર કરી હતી. પોલીસના લાલ લાઇટ અને સાયરન વાળી કારના એસ્કોર્ટ સાથે આ ‘જોય રાઈડ’ દોઢ કલાક સુધી શહેરના રાજમાર્ગો પર ફરી હતી. ગરીબ બાળકોની ખુશી માટે આ તમામ કારો શહેરના ઉદ્યોગપતિઓએ ડ્રાઇવર સાથે આપી હતી. જેમાં બાળકો પોતાની પસંદગીના ગીતો સાંભળતા સાંભળતા વીઆઈપી હોવાની અનુભૂતિ કરી હતી.

યંગ ઈન્ડિયા ગ્રુપના દેવેન રબારીએ આ અંગે જણાવ્યુ હતુ કે ગરીબ બાળકોના ચહેરા પર સ્મીત આવે અને એ દરેક બાળકોને પોતે ખાસ હોવાનો અહેસાસ થાય તે હેતુ થી દર વર્ષે આ આયોજન કરવામા આવે છે.

આ સમાચારને શેર કરો