વાંકાનેર: લુણસર પ્રાથમિક શાળામાં ડૉ.એચ.એલ. ત્રિવેદીને શ્રધાંજલી આપવામાં આવી
વાંકાનેર: હજારો માણસોની કિડનીની સારવાર આપીને જિંદગી બચાવનાર ડોક્ટર એચ એચ ત્રિવેદીનું ગત તા.2જી ઓકટોમ્બરના રોજ નિધન થયુ હતુ. તેમને ગઈ કાલે તેમની માતૃશાળામાં લુણસર પ્રાથમિક શાળામાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
વાંકાનેર તાલુકાના લુણસર ગામમાં પ્રાથમિક શાળામાં ગઈકાલે અમદાવાદ સિવિલ હોસ્પિટલ કિડની વિભાગના સ્થાપક અને હજારો લોકો ને કિડનીની સારવાર કરનાર ડોક્ટર એચ એલ ત્રિવેદીનું શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ડૉ. એચ એલ ત્રિવેદીએ આ લુણસર પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો હતો. લુણસર પ્રાથમિક શાળાએ તેમની શાળામાં અભ્યાસ કરીને ખ્યાતનામ કીડની સ્પેશ્યાલીસ્ટ બનીને હજારો લોકોની સારવાર અને સેવા કરનાર ડો એચ.એલ ત્રિવદીને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ શ્રદ્ધાંજલિમાં ગામના સરપંચ અને અન્ય આગેવાનો હાજર રહ્યા હતા અને તેઓએ પણ ડો એચ એલ ત્રિવેદી ને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
વિશ્વભરમાં તબીબી ક્ષેત્રે માનવ કીડની ટ્રાન્સપ્લાન્ટ માટે જાણીતા બનેલા ડો. ત્રિવેદીનું આખુ નામ ડો. હરગોવિંદ લક્ષ્મીશંકર ત્રિવેદી હતું. તેઓ સુરેન્દ્રનગરના ચરાડવા ગામના વતની હતાં. શરૂઆતમાં તેમણે બી.જે મેડિકલ કોલેજમાં અધ્યાપક તરીકે ફરજ બજાવી હતી, ત્યારબાદ તેઓ કેનેડા જઇને વસી ગયા હતા. પરંતુ પોતાના વતનની યાદ તેમને ફરી એકવાર ભારત લઇ આવી. તેમણે અમદાવાદમાં આવી સિવિલ હોસ્પિટલમાં કિડની હોસ્પિટલની શરૂઆત કરી હતી.
તેઓએ વાંકાનેરની લૂણસર પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો હતો, તેમના પિતા વાંકાનેરના લુણસર ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ત્યાર બાદ તેમણે રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે જૂન 1951-53 દરમિયાન ફેકલ્ટી ઓફ સાયન્સ (પ્રી મેડિકલ)માં અભ્યાસ કર્યો હતો. ઉપરાંત 1953-1963માં એચ એલ ત્રિવેદીએ અમદાવાદ બી જે મેડિકલ કોલેજમાં એમબીબીએસની ડિગ્રી મેળવી હતી. રાષ્ટ્રપતિના હસ્તે ડો. એચ એલ ત્રિવેદીને પદ્મશ્રી આપી સન્માનિત કરાયા હતા.
જે લોકોએ કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરેલ છે તે લોકોએ નવું અપડેટ આવેલ હોવાથી અપડેટ કરી લેવી…..
કપ્તાનની મોબાઇલ ઍપ્સ ડાઉનલોડ કરવા નીચેની લિંક પર કલિક કરો…
https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews
@@@@@@@@@@@@@@@@@@@@@@@
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/JTukGTBOKkj18msYkDWf3d
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…