Placeholder canvas

ટંકારામાં ૨૬ જાન્યુઆરી ની પુર્વ સંધ્યાએ દેશભક્તિ ગીતની સ્પર્ધા યોજાઈ

આર્યસમાજ ની આર્યવીર દળની યુવા પાંખ છેલ્લા ૩૭ વર્ષ થી કરે છે આ આયોજન

By jayesh Bhatasana (Tankara) ટંકારામા આર્ય સમાજ ત્રણ હાટડી ની યુવા ટીમ આર્યવીર દળ દ્વારા દર વર્ષે યોજાતી ઓપન ટંકારા તાલુકા દેશભક્તિ ગીત સ્પર્ઘા વર્તમાન સ્થિતિ ને અનુલક્ષીને છેલ્લા વર્ષમાં વિજેતા રહેલા સ્પર્ધકો ને સ્થાન આપી મહર્ષિ દયાનંદ સરસ્વતી ગુરૂકુલ ખાતે રાખવામાં આવી હતી. સ્પર્ધકોએ સુરીલા શુરથી ભારત માતાના સંતાનો અમર શહિદોને યાદ કરી જોમ અને જુસ્સા સાથે દેશભક્તિ ગીતો રજૂ કર્યા હતા. અને દેશના નરબંકા ની શહાદત ને સલામિ સાથે શ્રદ્ધાંજલિ આપી હતી.

આ તકે આર્યસમાજ ના પ્રમુખ દેવકુમાર પડસુબીયા , ટંકારાના રાજકિય અગ્રણી બેચરભાઈ ધોડાસરા, ભરતભાઈ વડધાસીયા, મેહુલભાઈ કોરીંગા, રજનેશ મેસાણિયા સહિત આર્યસમાજના આર્યવીરો અને આમંત્રિતો હાજર રહ્યા હતા. આ ઉપરાંત સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના મ્યુઝિક માસ્તરો એ હાજરી આપી સ્પર્ધા ના બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. સ્પર્ધાના અંતે પ્રથમ નંબરે ગૌસ્વામી અવનીબેન. બિજા નંબર પર રાઠોડ ચંદ્ર અને ત્રીજા ક્રમે દર્શન ગઢવી રહા હતા. ભાગ લેનાર તમામ સ્પર્ધકોને શિલ્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

છેલ્લા ૩૭ વર્ષ થી પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ યોજાતી આ દેશભક્તિ ગીત ની સ્પર્ધા માં આર્યસમાજ ના હસમુખજી પરમાર ની ખોટ ને વાતો વાગોળી વંદે માતરમ્ ગાન સાથે કાર્યક્રમ પુર્ણ જાહેર થયો હતો.

આ સમાચારને શેર કરો