વાંકાનેરમાંથી દેશી તમાકુની હેરાફરી કરનાર ટંકારાનો શખ્સ ઝડપાયો

વાંકાનેર : ગ્રીન ઝોન મોરબી જિલ્લામાં લોકડાઉન-3 માં તમાકુ, પાન, માવા ઉપર પ્રતિબંધ યથાવત રહ્યો હોવા છતાં અમુક શખ્સો બિન્દાસ્તપણે આવી પ્રતિબંધિત વસ્તુઓની હેરાફરી કરતા હોય પોલીસે પણ ધોસ યથાવત રાખી છે. જેમાં વાંકાનેર તાલુકા પોલીસે ગતરાત્રે મહિકા ગામ પાસે દેશી તમાકુની હેરાફરી કરનાર ટંકારા પંથકના શખ્સને ઝડપી લીધો હતો અને તેની પાસેથી પાંચ કિલો દેશી તમાકુનો જથ્થો કબ્જે કર્યો હતો.

આ બનાવની વાંકાનેર પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના પોલીસ સ્ટાફે ગત મોડીરાત્રીના મહીકા ગામે રોડ ઉપર પેટ્રોલીગ કરી રહ્યો હતો. તે દરમિયાન મહિકા ગામના રોડ પર પસાર થઈ રહેલા ટંકારા તાલુકાના સુરજી (નેસડા) ગામનો મહેન્દ્ર દામજીભાઈ ઉકેડીયા નામનો ૨૫ વર્ષનો યુવાનને અટકાવીને તેની તલાસી લેવામાં આવતા તેના કબજામાંથી દેશી તમાકુ આશરે પાંચેક કિલો મળી આવતા પોલીસે આ પ્રતિબંધિત તમાકુના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને આ શખ્સ સામે જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો