મોરબી: ભડીયાદ પાસે ભંગારના ડેલામાં આગ લાગી

મોરબી નજીકના ભડીયાદ પાસે ભંગારના ડેલામાં આગ ફાટી નીકળી હતી. ફટાકડાનો તણખો પડવાથી ભંગારના ડેલામાં મોટી આગ લાગી હતી. જો કે, આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ મોટુ નુકસાન હોવાની ચર્ચા છે.

દિવાળીમાં ઉત્સવ ઉજવવામાં લોકો ફટાકડા ફોડી રહ્યા હોય છે ત્યારે આવા આગના દર વખતે બનાવો બની રહ્યા છે ભડીયાદમાં જે આગનો બનાવ બન્યો તેમની તાત્કાલિક ફાયર ફાઇટરો જાણ કરતાં ફાયર ફાઈટર દોડી આવ્યા હતા અને આગને કાબુમાં લીધી હતી સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. પરંતુ મોટું નુકસાન થયું હોવાની વાત સામે આવી છે.

આ સમાચારને શેર કરો