Skip to content
અનિરૂધ્ધસિંહ અને જોરૂભા સહિતનાઓએ પાઇપ વડે ફટકારતા ટપુભાઇને સારવારમાં ખસેડાયા
ચોટીલા: પિયાવદરના ટપુભાઇ ભીખાભાઇ જમોડ (ઉ.વ.70)ને જુના મનદુ:ખના કારણે તે જ ગામના અનિરૂધ્ધસિંહ જોરૂભા અને અલકુભાઇ સહિતના પાંચ શખ્સોએ પાઇપ વડે ફટકારતા સારવારમાં સિવિલ હોસ્પિટલ રાજકોટ ખસેડાયા હતા.
મળેલ માહિતી મુજબ ચોટીલાના વિસાવદરના ટપુભાઇ ભીખાભાઇ જમોડને તે જ ગામના અનિરૂધ્ધસિંહ, જોરૂભાઇ અને અલકુભાઇ સહિત અન્ય શખ્સોએ જુના મનદુ:ખના કારણે માર મારતા શરીરે ગંભીર ઇજા થતા સારવારમાં સીવીલ હોસ્પિટલ રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.
વધુમાં જાણવા મળેલ કે ટપુભાઇ ટ્રેકટર ડ્રાઇવીંગનું કામ કરે છે તે સાંજના સમયે તેમના ઘર પાસે હતા ત્યારે અચાનક જ પાંચ શખ્સોને હુમલો કર્યો હતો. જે અંગેની વધુ તપાસ ચોટીલા પોલીસે ચાલુ કરી છે.