skip to content

વાંકાનેર:કાનપર પ્રાથમિક શાળામાં “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ”ની ઉજવણી કરાઈ…

આજ રોજ શ્રી કાનપર પ્રાથમિક શાળા તાલુકો વાંકાનેર ખાતે વૈજ્ઞાનિક શ્રી સી. વી. રામન ની શોધ “રામન ઇફેક્ટ” ની યાદમાં “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” તરીકે ઉજવવાનું ભારત સરકારે નક્કી કરેલ હોય તે અંતર્ગત શાળામાં વિજ્ઞાન પ્રયોગોનું નિદર્શન યોજવામાં આવ્યું. જેમાં શાળાના ધોરણ 6 થી 8 ના બાળકોએ વિવિધ પ્રયોગો, વિજ્ઞાનની કૃતિઓ, મોડેલો, નમૂનાઓ વગેરેનું નિદર્શન યોજ્યું હતું.

બાળકોએ વિવિધ પ્રયોગોમાં પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે, પાણીમાં ઉષ્માનું શોષણ ,રેતાળ અને માટીયાળ જમીનમાં ભેજ ધારણ શક્તિ, દહન માટે ઓક્સિજન જરૂરી છે, હવા જગ્યા રોકે છે, દ્રષ્ટિ ભ્રમણ, પાણીમાં ઉષ્માનું શોષણ, ચુંબક ના પ્રકાર ,સોલાર કૂકર, ફિંગર પ્રિન્ટ, સમતલ અંતર્ગોળ -બહિર્ગોળ લેન્સમાં વસ્તુનું પ્રતિબિંબ , ધ્વનિ, પેરિસ્કોપ, વાતાવરણમાં રહેલો ભેજની સમજ, રસોડાનું વિજ્ઞાન, ધ્રુજારીથી થતા અવાજો, ન્યુટનનો ગતિનો ત્રીજો નિયમ, સૂર્યની આસપાસ પૃથ્વીનું ભ્રમણ, રેતી – મીઠું અને પાણીનું અલગીકરણ, ધાતુમાં ઉષ્માનું વહન, ડુંગળીના કોષો , હવામાં ઉષ્માનું વહન, પ્રકાશનું પરાવર્તન , પ્રકાંડમાં પાણીનું વહન, પર્ણના પ્રકાર, ધાતુમાં વિસ્થાપન પ્રક્રિયા, ધાતુમાં ઉષ્માનું વહન, પદાર્થોની અવસ્થા, હાઈડ્રોજન વાયુની બનાવટ, પ્રકાશનું વક્રીભવન ,સાદા લોલક, મેગ્નેશિયમ પટ્ટીનું દહન, ચુંબકના ગુણધર્મો, વિદ્યુત ઘંટડી , વિદ્યુત સુવાહક અને અવાહક પદાર્થોની ચકાસણી, વિદ્યુત દ્વારા પાણી ગરમ કરવું ,ચંદ્રયાન મોડલ, પાણી ભરતો હિંચકો, ઉર્જા સંરક્ષણ, ઉચ્ચાલન, 3d પ્રિન્ટરની કૃતિઓ વગેરે પ્રયોગોનું નિદર્શન યોજી બાળકોએ ઊંડાણપૂર્વકનું જ્ઞાન સર્વેને આપ્યું.
કાનપર ગામના સમગ્ર ગ્રામજનો, આજુબાજુની શાળાના શિક્ષકો, એસ.એમ.સી.ના સભ્યો પંચાયતના સદસ્યો વગેરેએ પ્રદર્શન નિહાળ્યું હતું.

આ સમાચારને શેર કરો