skip to content

વિરપર ગામે વૃદ્ધની બિનવારસી હાલતમાં લાશ મળી આવી.

સુરેન્દ્રનગર શહેરના ટાવર ચોક વિસ્તારમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો હતો. જેની હજી શોધખોળ પોલીસ ચલાવી રહી છે. ત્યાં સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના વીરપર ગામે વૃદ્ધની બિનવારસી હાલતમાં લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.

આ ઘટનાની જાણ થતાં મૂળી પોલીસ તાકીદે ઘટનાસ્થળે દોડી અને આ અંગેની તપાસ હાથ ધરી હતી. પોલીસે બિનવારસી મળેલા મૃતદેહને મુળી સાર્વજનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગર શહેર અને તેના તાલુકા મથકોએ બિનવારસી મૃતદેહો મળવાનો સિલસિલો યથાવત છે. થોડા દિવસ પહેલા લીંબડી બસસ્ટેન્ડમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ સુરેન્દ્રનગર શહેરના ટાવર ચોક વિસ્તારમાં બિનવારસી વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે આજે ફરીવાર જિલ્લાના મૂળી તાલુકાના વીરપર ગામે એક 80 વર્ષના વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો છે. ​​​​​​​છેલ્લા એક જ સપ્તાહમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રણ મૃતદેહ મળી આવતા પોલીસ બેડામાં પણ દોડધામ મચી છે.

આ સમાચારને શેર કરો