Placeholder canvas

ટંકારાની લજાઈ ચોકડી પાસે ત્રણ શખ્શોએ કુહાડી વડે આતંક મચાવ્યો…ફરીયાદ

ટંકારાની લજાઈ ચોકડી પાસે બે અજાણ્યા ઇસમો સહીત ત્રણ શખ્શોએ કુહાડી વડે આતંક મચાવ્યો હતો. જેમાં એક યુવાન પાસેથી રૂપિયા બાબતે માથાકૂટ કરીને કુહાડી વડે કારના કાચ તોડી નાખી ગાળો આપી ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ટંકારાના નસીતપર ગામના રહેવાસી પ્રકાશ રમેશભાઈ કુંડારિયા (ઉં.વ.32) નામના યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, આરોપી પંકજ દયારામ મસોત અને બે અજાણ્યા ઇસમોએ લજાઈ ચોકડી પાસે માથાકૂટ કરી હતી. જેમાં આરોપી પંકજ મસોતે ફરિયાદી પ્રકાશભાઈને રૂપિયા કેમ આપતો નથી કહીને હાથમાં કુહાડી વડે પ્રકાશભાઈની બ્રેજા કાર જીજે 36 એલ 0331 ગાડીના આગળના કાચમાં મારી ફોડી નાખી તેમજ એક ઘા પાછળના કાચમાં મારી કાચ તોડી નાખ્યા હતા.

તેમજ તેની સાથે આવેલ બે અજાણ્યા ઇસમોએ લાકડાના ધોકા વડે ડ્રાઈવર તરફના કાચ તોડી નાખી આરોપી પંકજ મસોતે ફરિયાદી પ્રકાશભાઈને ગાળો આપી અને ફરિયાદી સાથે રહેલા રમેશભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ટંકારા પોલીસે આરોપી પંકજ દયારામ મસોત રહે લજાઈ તા. ટંકારા અને બે અજાણ્યા ઈસમો એમ ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

આ સમાચારને શેર કરો