skip to content

વાંકાનેર: સિંધાવદર ગામનો સરહાનિય નિર્ણય, ઠંડા પીણા ઉપર પ્રતિબંધ, રાત્રે 8વાગ્યે દુકાન થઇ જશે બંધ

કોરોના મહામારી એ હવે માઝા મૂકી છે, દિવસે દિવસે કેસો વધતા જાય છે, સારવાર તો ઠીક ટેસ્ટ પણ કરવા માટેની પૂરતી કીટ સરકાર આપી નથી શકતી, સરકાર અત્યારે માત્ર નિવેદનો આપવા માંથી ઊંચી નથી આવતી અને શું કરવું તેમની કોઇ ગતાગમ પડતી હોય એવું લાગતું નથી.

હવે આ સરકાર ઉપર ભરોસો રાખીને બેસી રહેવું એ યોગ્ય નથી તેવું લોકો વિચારતા થઇ ગયા છે, આર્થિક રીતે સુખી સંપન્ન લોકો આ મહામારીમાં જરૂરતમંદ લોકોને મદદરૂપ થવા માટે આગળ આવી રહ્યા છે. ત્યારે આ મહામારી ગ્રામ્ય કક્ષાએ પણ ખૂબ માત્ર ફેલાઇ રહી છે. ત્યારે ગ્રામ્ય આગેવાનો એ વેપારીઓ સાથે સંકલન કરીને ગામમાં કોરોના ઓછો ફેલાય અથવા તો ફેલાતો રોકવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

અમોને મળેલી માહિતી મુજબ ગઈકાલે વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ માં આગેવાનોએ ગામના તમામ વેપારીઓની એક મિટિંગ બોલાવી હતી, જેમાં સર્વાનુમતે ગામમાં ઠંડાપીણાં પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમજ રાત્રે આઠ વાગ્યે તમામ દુકાનો બંધ કરી દેવાનો પણ નિર્ણય કરવામાં આવેલ છે. હવે સીંધાવદરમાં માત્ર દૂધ, છાશ અને દહીં જેવી જીવન જરૂરિયાત વસ્તુ જ મળશે.

આ નિર્ણય માટે ગામના વેપારી મિત્રો અને આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન…..અન્ય એક સોશિયલ મીડિયા મારફત મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામમાં પણ આવો નિર્ણય લેવાયો છે. અમને પાંચદ્વારકા ગામની કોઈ જવાબદાર વ્યક્તિ તરફથી માહિતી મળેલ નથી. જો ખરેખર આવો નિર્ણય ત્યાં લેવાયો હોય તો તેઓને પણ અભિનંદન…

વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા હવે દરેક જગ્યાએ ધાર્મિક સામાજિક કે અન્ય પ્રોગ્રામ પર સ્વૈચ્છિક પ્રતિબંધ આવી જવા જોઈએ અને આવા મેલાવળાથી દુર રહીને આપણે સ્વયં આપણી જાતને અને આપણા પરિવારને બચાવવી જોઈએ અને આપણુ ગામ, આપણો વિસ્તાર સલામત રાખવા માટે આગળ આવવું જોઈએ…

આ સમાચારને શેર કરો