Placeholder canvas

કોરોનાથી રાજ્યમાં ત્રીજું મોત, ભાવનગરના 70 વર્ષીય વ્યક્તિનું મોત

26મી માર્ચના સવારે 10 વાગ્યા સુધી રાજ્યમાં કોરોના વાયરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 43 પર પહોંચી છે.

કોરોના વાયરસને કારણે રાજ્યમાં ત્રીજું મોત નોંધાયું છે. બુધવારે જ અમદવાદના એક વૃદ્ધાનું મોત થયું હતું. એ પહેલા સુરત ખાતે કોરોના વાયરસને કારણે પ્રથમ મોત નોંધાયું હતું. આ સાથે જ 26મી માર્ચના સવારે 10 વાગ્યા સુધી રાજ્યમાં કોરોના વાયરસના કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 43 પર પહોંચી છે. રાજ્યના આરોગ્ય સચિવ ડૉક્ટર જયંતિ રવિએ મીડિયાને આ માહિતી આપી હતી.

ભાવનગર ખાતે એક પુરુષનું મોત

ગુરુવારે ગુજરાતમાં કોરોના વાયરસને કારણે ત્રીજું મોત નોંધાયું છે. જેમાં ભાવનગર ખાતે એક 70 વર્ષીય પુરુષનું મોત થયું છે. તેઓ ડાયાબિટિસ અને હૃદયની બીમારીથી પીડાતા હતી. તેઓ દિલ્હીની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે.

નવા નોંધાયેલા કેસ

25મી માર્ચના રોજ જાહેર કરાયેલી અખબાર યાદી બાદ 26 તારીખ એટલે કે એક દિવસમાં ગુજરાતમાં કોરોનાના પાંચ નવા કેસ નોંધાયેલા છે. આ ઉપરાંત બે લોકોનાં મોત થયા છે. રાજકોટ, ભાવનગર, ગાંધીનગર, અમદાવાદ અને વડોદરામાં એક એક નવા કેસ નોંધાયા છે. જેમાં ભાવનગરના દર્દીનું મોત થયું છે.ભાવનગરમાં મોત થયું છે તે વ્યક્તિની ઉંમર 70 વર્ષની હતી. તેઓ ડાયાબિટિસ અને હૃદયની બીમારીથી પીડાતા હતા. જ્યારે અમદાવાદ ખાતે જે વૃદ્ધાનું મોત થયું છે તેમની ઉંમર 85 વર્ષ છે. જેમને માનસિક બીમારી હોવાનું સામે આવ્યું છે.

નવા સામે આવેલા પાંચ કેસમાંથી રાજકોટ, ગાંધીનગર અને અમદાવાદના કેસ લોકલ ટ્રાન્સમિશનના કેસ છે, જ્યારે વડોદરા ખાતે 55 વર્ષીય પુરુષનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ યુ.કે.થી ભારત આવ્યા છે. ભાવનગર ખાતે મોત થયું છે તે 70 વર્ષીય વ્યક્તિની દિલ્હીની ટ્રાવેલ હિસ્ટ્રી છે. નવા સામે આવેલા પાંચ કેસમાં બે સ્ત્રી અને ત્રણ પુરુષ છે.

ગુજરાતમાં કોરોનાના કુલ 43 કેસ

અમદાવાદ —-15 કેસ (1 મોત)
સુરત ——– 7 કેસ (1 મોત)
રાજકોટ —–4 કેસ
વડોદરા —– 8 કેસ
ગાંધીનગર — 7 કેસ
ભાવનગર —-1 કેસ (1 મોત)
કચ્છ —- —–1 કેસ
કુલ ———- 43

આ સમાચારને શેર કરો