ગણતંત્ર દિવસની ધામધૂમથી ઉત્સાહભેર ઉજવણી કરવા માટે સરકારી પ્રાથમિક શાળાઓમાં વાંકાનેર ખાતે તડામાર તૈયારીઓ શરૂ

By Arif Divan wankaner

વાંકાનેર: સમગ્ર દેશવાસીઓ આગામી 26મી જાન્યુઆરી નિમિતે પ્રજાસ્તાક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવા માટે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે વાંકાનેર ખાતે શક્તિપરામા સરકારી પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય, સાંસ્કૃતિક ગણતંત્ર દિનની તાલીમ રજાના દિવસે એટલે કે રવિવારે પણ વિદ્યાર્થીઓને અપાઈ રહી છે.

ગણતંત્ર દિન ઉત્સાહભેર ઉજવવામાં વાંકાનેર ખાતે પ્રાથમિક સરકારી શાળાઓમાં તડામાર તૈયારીઓ શરૂ હોય તે તસવીરમાં નજરે પડે છે જેમાં શકતીપરાના પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ સાંસ્કૃતિક અને ભારતીય ડાન્સ સહિતની પ્રેક્ટિસ તાલીમ આપવામા આવી રહી છે.

આચાર્ય મહેશભાઈ તેમજ શિક્ષકો વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે દેશની એકતા ભાઈચારો અને દેશ ભક્તિ અંગેની માહિતગાર કરવા માટેના કાર્યક્રમો વાર-તહેવારે શક્તિપુરા પ્રાથમિક શાળામાં ઉત્સાહભેર ઉજવવામાં આવે છે.

આ સમાચારને શેર કરો