વાંકાનેર: 72માં પ્રજાસત્તાક પર્વની સેવાસદન ખાતે ઉજવણી
વાંકાનેર: આજે ૭૨ માં પ્રજાસત્તાક દિવસની વાંકાનેર સેવા સદન ખાતે ઉજવણી કરવામાં આવી હતી.
૭૨ માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં વાંકાનેર મામલતદારના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ મામલતદારે ઉદબોધન કર્યું હતું. ગર્લ્સ સ્કૂલ વાંકાનેરની બાળાઓ અને રાતીદેવડી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીત પર ડાન્સના કાર્યક્રમો રજૂ કર્યા હતા.
કોરોના મહામારી ના કારણે કોવિડની ગાઈડ લાઇન મુજબ મર્યાદિત સંખ્યામાં લોકો આમંત્રિત કરાયા હતા અને મર્યાદિત લોકોની હાજરીમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. બાદમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું.