Placeholder canvas

કોરોના ઇફેકટ્સ: મોરબી સબ જેલના 19 કેદીઓને મુક્ત…

મોરબી : કોરોનાનાના પગલે મોરબી સબ જેલમાં સજા ભોગવી રહેલા 19 કેદીઓને મુક્ત કરવામાં આવ્યા છે. જેમાં કાચા કામના 15 અને પાકા કામના 4 કેદીઓનો સમાવેશ થાય છે. આ કેદીઓને જેલના સ્ટાફે પોતાના વાહનમાં બેસાડીને ઘરે પણ પહોંચાડ્યા હતા.

હાલ કોરોનાના કારણે સમગ્ર રાજ્યમાં જેલમાં રહેલા કેદીઓ ચેપગ્રસ્ત ન બને તે માટે તેઓને છોડવાની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે. તે દરમિયાન મોરબી સબ જેલમાં પણ કાચા કામના કેદી પ્રકાશ ઉર્ફે પકો ડાયાભાઇ ફાંગલિયા, વિશાલ ભરતભાઇ ફાંગલીયા, નિકુલ સાદુર્લભાઈ ફાંગલીયા, કમલેશ ઉર્ફે કમો સાદુર્લભાઈ ફાંગલીયા, સહદેવભાઈ સાદુર્લભાઈ ફાંગલીયા, જગદીશ પ્રવીણભાઈ સીતાપરા, માવજીભાઈ મગનભાઇ કૈલા, દિનેશભાઇ પુંજાભાઈ ટુડિયા, ગોપાલ બાલુભાઈ સૂર્યવંશી, પ્રવીણ રણછોડભાઈ ભોજાણી, મિતેષ ઉર્ફે પ્રેમ અરૂણભાઈ, સહેજાદ કાળુભાઇ પરમાર, નાનજીભાઈ સોમાભાઈ જિંજુવાડીયા, હર્ષદ દીપકભાઈ સીળોજિયા, બાદશાહ રમજાનભાઈ ફકીર તેમજ પાકા કામના કેદી હર્ષદગિરી ભવાનગિરી ગોસ્વામી, ઇમરાન નૂરમામદ કૈડા, બળદેવભાઈ ગોવિંદભાઈ ચાવડા અને ભાવેશ સામજીભાઈ ચાવડાને બે મહિના માટે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.

આ સમાચારને શેર કરો