પંચાસીયા: પાયોનીયર સ્કૂલમાં 150મી ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી

વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે ચાલતી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ ધી પાયોનીયર સ્કુલમાં આજે બીજી ઓક્ટોબરના રોજ ગાંધીજીની 150મી જન્મ જયંતિની ઉજવણી વિવિધ કાર્યક્રમો દ્વારા કરવામાં આવી હતી.

ગાંધી જયંતી નિમિતે સ્કૂલમાં ખાસ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા જેમાં વકૃત્વ સ્પર્ધા તેમજ ખાસ કરીને સ્કૂલના આરાધના મેડમ દ્વારા નરસિંહ મહેતા રચિત અને ગાંધીજીને ખૂબ જ પ્રિય એવું ભજન “વૈષ્ણવજન તો તેને કહીએ…” નું ગાન કરવામાં આવ્યુ હતું. જ્યારે સ્કૂલના આચાર્ય દિલમના મેડમ દ્વારા ગાંધીજીના પ્રેરક પ્રસંગો વિશે માહિતી આપી હતી. આ ઉપરાંત પ્લાસ્ટિક મુક્ત ભારતના સંકલ્પ લેવડાવ્યા હતા.

આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા ગરબા-રાસ તેમજ ગાંધીજી ના અલગ-અલગ પોશાક ધારણ કરી ગાંધીજીની 150 મી જન્મ જયંતિ ની ઉજવણી કરી હતી.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/JTukGTBOKkj18msYkDWf3d

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો