વાંકાનેર: હસનપર ગામે તળાવનો પાળો ખનીજ માફીયાએ તોડી નાખ્યો.!!
વાંકાનેર : વાંકાનેર શહેર નજીક હસનપર ગામે આવેલ તળાવ ખનીજ માફિયાઓનું હબ ગણાય છે. હજારો ચોરસ મીટરમાં આવેલ આ તળાવની માટી ઉદ્યોગ માટે વપરાય છે આ તળાવની સમયાંતરે અનેક ફરિયાદો તંત્રને કરવામાં આવેલ છે તેમ છુતા બેખોફ પણે ત્યાં જેસીબી, હિટાચી અને મોટા ડમ્પર દ્વારા ગેરકાયદેસર ખાણ માફિયાઓનો અડો જમાવેલો હોય છે.
હાલમાં વાંકાનેર પંથકમાં પડેલ વરસાદના કારણે હસનપરનું તળાવ પાણીથી ભરાઈ ગયું છે જે પાણીનો ઉપયોગ ઢોર માટે કે આજુબાજુના ખેતરોમાં ખેતીના ઉપયોગમાં આવી શકે તેમ છે પરંતુ જો પાણી ભરાયેલું હોય તો ખનીજ માફિયાઓ દ્વારા ત્યાં ખાણકામ ન થઈ શકે માટે આજે સવારે ખનીજ માફિયાઓ દ્વારા જેસીબી લઈ તળાવની પાળ તોડી નાખવામાં આવેલ છે અને પાણી ખાલી કરવાની પેરવી કરી રહ્યા હતા ત્યારે ગ્રામજનો એકઠા થઈ ગયેલ અને તળાવની પાળ ન તોડવાનું કહેલ. ગ્રામજનો એકઠા થયેલ જોઈ જેસીબી લઈ તે લોકો અત્યારે તો ભાગી ગયેલ પરંતુ જતાં જતાં કહેતા ગયા કે બે દિવસમાં તળાવનું સંપૂર્ણ પાણી ખાલી કરી નાખવું છે. સરકારી ખર્ચે બનેલ આ તળાવ ખનીજ માફિયાઓ દ્વારા તોડી પાડવામાં આવ્યું તેમ છતાં કોઈપણ સરકારી તંત્ર હજુ સુધી ત્યાં ડોકાયું પણ નથી.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/JTukGTBOKkj18msYkDWf3d
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…