વાંકાનેર: ઉછીના પૈસા અને મકાન-દુકાનના કબ્જા બાબતે મારામારી

વાંકાનેર : વાંકાનેરમાં ઉછીના પૈસા અને મકાન-દુકાનના કબ્જા મામલે મારામારી થઇ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવમાં ચાર શખ્સોએ એક પરિવાર પર હુમલો કરી તોડફોડ કરી હોવાનું સામે આવ્યું છે.

આ બનાવની મળેલ માહિતી મુજબ વાંકાનેર શહેરના સીટી સ્ટેશન રોડ પર મહાવીર જીન સામે રહેતા બાકીરઅલી તાહેરઅલી લાકડાવાળા (ઉ.વ. 64)એ વસીમ બાપુડી, ફકીરનો છોકરો, સુનીલભાઈ અને એક અજાણ્યા શખ્સ સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદીએ રાજકોટના પરીન હર્ષદભાઈ પટેલ પાસેથી પૈસા લીધા હતા. જેની સિક્યુરિટી પેટે તેમણે મકાન-દુકાનનો સાટાખત કરી આપેલ હતી. પરંતુ ફરિયાદી મકાનનો કબ્જો અને ઉછીના પૈસા પાછા આપી શકતા નહતા. આથી, આરોપીઓએ તેમના મકાને આવી તેમના પુત્ર મુસ્તુફાને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ આરોપીઓએ મકાન, બાઇક, કેમેરા તથા કારમાં તોડફોડ કરી હતી. હાલમાં પોલીસ બનાવની વધુ તપાસ કરી રહી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/HWrLHO2pDzq71nTwu0solK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  • 18
  •  
  •  
  •  
  •  
  •  
    18
    Shares