Placeholder canvas

વાંકાનેર: ઈકોઝોનની બાબતે 6 ગામના માલધારી સમાજે મામલતદારને આવેદન આપ્યું

વાંકાનેર તાલુકાના છ જેટલા ગામોમાં પર્યાવરણીય સુરક્ષિત વિસ્તાર એટલે કે ઈકોઝોન જાહેર કરવામાં આવેલ છે આ બધા ગામો રામપરા અભયારણ્ય બાજુમાં આવેલ છે. આ ગામોમાં આવેલ માલધારી સમુદાય વર્ષોથી આ જંગલ વિસ્તારમાં પોતાના માલઢોર ચરાવીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યો છે પણ હાલે જ્યારે રામપરા અભ્યારણની બાજુના વિસ્તારને વર્ષ ૨૦૧૭માં સરકાર દ્વારા ઇકોઝોનમાં આવરી લેવામાં આવેલ છે.

જેના કારણે સરકાર આ વિસ્તારમાં અમુક પ્રતિબંધ લાગુ કરવામાં આવેલ છે જેના કારણે આ માલધારી સમાજને ભય છે કે તેવો વર્ષોથી આ વિસ્તારમાં માલઢોર ચરાવીને ગુજરાન ચલાવી રહયા છે, ત્યારે જો આ વિસ્તારમાં અમને માલઢોર ચરાવવા પર પ્રતિબંધ લગાવવામાં આવશે તો અમે અમારા માલઢોરને ક્યાં ચરાવવા માટે જશું અને અમારી આજીવિકાનો વિકટ પ્રશ્ન ઉભો થશે.

તેવોએ આવેદનમાં જણાવ્યું છે કે સરકાર દ્વારા ઇકોઝોન માટે જે પ્રક્રિયા કરવામાં આવી તેમાં અમને કોઈપણ પ્રકારની જાણ કરવામાં આવેલ નથી ત્યારે અમારાથી ચોરી છુપી કોઈ જાણ વિના કે અમને ખબર ન પડે તેવી રીતે ઈકોઝોન જાહેર કરવામાં આવેલ છે.

ત્યારે આ છ ગામના માલધારી સમાજની માંગ છે કે ફોરેસ્ટ રાઈટ એકટ ૨૦૦૬ પ્રમાણે આ જંગલ વિસ્તારમાં પણ અમારો અબાધિત અધિકાર છે અને FRA મુજબ અમે અમારા જંગલ વિસ્તારનો સામુહિક દાવો કરીએ છીએ. જેને ધ્યાને લઈને યોગ્ય કરવાની માંગ કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો