વાંકાનેર: દીધલીયામાં વિદેશી દારૂની 10 બોટલો સાથે એક ઝડપાયો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના દીધલીયા ગામમાં વિદેશી દારૂની હેરાફેરી કરતો એક શખ્સ પકડાયો છે. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ પોહિબીશન એક્ટ મુજબ ગુનો નોંધાયો છે.

ગઈકાલે દીધલીયા ગામમાં સ્પ્લેન્ડર પ્લસ મો.સા. જી.જે. ૩૬ પી ૨૭૫૯માં ગે.કા. રીતે પાસ પરમીટ કે આધાર વગર વેચાણ કરવાના ઇરાદે ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ 10, કિ.રૂ. 3000 સાથે સાગરભાઇ રાજેશભાઇ અંગેચાણીયા (ઉ.વ. ૨૧, ધંધો વાયરમેન, રહે. કુબેર ટોકીઝની બાજુમાં, ધારખારી) હેરફેર કરતા ઝડપાયો હતો. પોલીસે વિદેશી દારૂની બોટલો અને મોટર સાયકલ સહીત કુલ રૂ. 33,000નો મુદામાલ જપ્ત કર્યો હતો. આ બનાવમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આ સમાચારને શેર કરો
  • 188
  •  
  •  
  •  
  •  
  •  
    188
    Shares