Placeholder canvas

વાંકાનેર: વાલાસણ ગામની ચોરીનો ભેદ ઉકેલાયો : મુદામાલ સાથે આરોપી ઝબ્બે

વાંકાનેર : વાંકાનેરના વાલાસણ ગામે બે દિવસ પહેલા લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે પણ એક બંધ મકાનમાં તસ્કરોએ શનિવારે ધોળા દિવસે ખાતર પાડીને રૂ.3.95 લાખની ઘરફોડ ચોરો કરી ગયા હતા.આ બનાવનો વાંકાનેર તાલુકા પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે.

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતો વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે રહેતા ઇબ્રાહિમભાઈ ફતેમામદભાઈના મકાનમાં શનિવારે સવારે આઠ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધી કોઈ કામે બહાર ગયા હોય એ સમય દરમિયાન તેમના બંધ રહેલા મકાનને અજાણ્યા શખ્સે નિશાન બનાવ્યું હતું અને તેમના બંધ મકાનના તાળા તોડીને અંદર પ્રવેશી ઘરના કબાટમાંથી રૂ.1.55 લાખ રોકડા તથા સોના ચાંદીના દાગીના મળીને કુલ રૂ.3.95 લાખના મુદ્દામાલને ચોરી ગયા હતા. બાદમાં આ ચોરી થયાની જાણ થતાં મકાન માલિકે અજાણ્યા શખ્સ સામે ચોરીની વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વાંકાનેર તાલુકા પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો. ફરિયાદીના પુત્રએ જ ચોરી કર્યાની પોલીસની ઉલટ તપાસમાં કબૂલાત આપતા પોલીસે આરોપીએ ગામની સીમમાં દાટેલો ચોરાવ મુદ્દામાલ પણ કબ્જે કર્યો હતો.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/BpI50rclQ7pKOwanKlNxEj

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો