વાંકાનેરના સીંધાવદર ગામે બે જુગાર રમતા પકડાયા

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે ગઈકાલે વાંકાનેરના સીંધાવદર ગામે જુગાર રમતા બે આરોપીને ઝડપી લીધા હતા. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકા પોલીસે બાતમીના આધારે ગઈકાલે તા.૧૨ ના રોજ વાંકાનેર તાલુકાના સીંધાવદર ગામે રાયણવાળા હનુમાનજીના મંદીર પાસે ખુલ્લા પટૃમાં જાહેરમાં ગંજીપતાના પાના પૈસા વડે તીન પતીનો હારજીતનો નસીબ આધારીત જુગાર રમતા ગોરધનભાઇ પોપટભાઇ ચાવડા અને પોપટભાઇ ગેલાભાઇ મકવાણાને રોકડ રૂ. ૨૭૫૦ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો
  • 112
  •  
  •  
  •  
  •  
  •  
    112
    Shares