ટંકારા ગામ પંચાયતની આજે ગ્રામ સભા: ભુગર્ભ ગટર વેરા સાથે આખા વર્ષના ખર્ચના બિલની બહાલી માટે કરશે ચર્ચા

By Jayesh Bhatasna -Tankara

ટંકારા ગામ પંચાયતની ગ્રામ સભા આજે સાંજે પાચ વાગ્યે કન્યા શાળા ખાતે મળશે. આ ગામ સભામાં લોકોને આવવા મહીલા સરપંચ અને તલાટી કમ મંત્રી એ જાણ કરી. સાથે જાહેર નોટિસ મા ભાગરો વાટતા તલાટી રાજકોટીયા પ્રસિદ્ધી ની તારીખ કે જાવક નંબર પણ નથી નાખ્યા સરપંચે પણ સહી કરી દીધી. ભારે રોચક બનશે આ ગ્રામ સભા..!!

ટંકારા ગ્રામ પંચાયત ને ઉપર થી નક્કી કરેલ તારીખ અને સ્થળ સાથે ગ્રામ સભા નુ ફરફરયુ મળ્યા બાદ 25 ફેબ્રુઆરી ને સાંજે પાંચ વાગ્યે કન્યા શાળા ના પટગંણમા આ સભા ભરવા શહેરમાં જાહેર નોટિસો મારી છે જેમા નગરજનોને હાજર રહેવા જણાવ્યું છેઅત્રે ઉલ્લેખનીય છે કે ટંકારામા ભુગર્ભના વેરા વધારાને લઈને પંચાયત નો ભારોભાર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે આ અંગે કાલે ભારે ગરમા ગરમ ચર્ચા થશે.

સાથે નોટીસ અંદર એક વાત નોટિસ કરવી પડે એવી સામે આવી છે જેમા જાવક નં કે પ્રસિદ્ધ ની તારીખ વગર આ નોટીસ લગાવી દેતા અનેક સવાલો ઉભા થયા છે આ અંગે તલાટી રાજકોટિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે કદાચ ધ્યાન બારુ રહી ગયુ હશે જે વહીવટી કામગીરી પર સવાલ ઉભા કરે છે. જો કે મહીલા સરપંચએ પણ કાઈ જોયા વગર સહી કરી દીધી એ પણ મોટો સવાલ છે.

આ સમાચારને શેર કરો
  • 19
  •  
  •  
  •  
  •  
  •  
    19
    Shares