રાજકોટ: કોળી પરિવારને હેરાન કરતો વીડિયો વાયરલ થતા થોરાળા પોલીસ હરકતમાં આવી..!!

રાજકોટ એક કોળી પરિવાર ને તેની બાજુમાં દારૂનો ધંધો કરતા બુટલેગર હેરાન હેરાન પરેશાન કરી રહયો હતો તેમને થોરાડા પોલીસમાં અને રાજકોટ પોલીસ કમિશનરને આ બાબતે લેખિતમાં જાણ કરી હોવા છતાં પોલીસ કોઈ એક્શન નહોતી લેતી, તેથી આ કોળી પરિવાર કંટાળીને એક વિડીયો બનાવ્યો હતો અને તેને વાયરલ કર્યો હતો, આ વીડિયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી.

આ વીડિયોમાં કોળી પરિવારે એવું કહ્યું હતું કે પોલીસ આ બાબતે કોઈ પગલાં નહીં લે તો હું મારા આખા પરિવાર સાથે સામુહિક આત્મહત્યા કરી લઈશ અને તેના માટે જવાબદાર પોલીસ અને બુટલેગર રહેશે.

આ વીડિયો વાયરલ થતાં જ માંધદાતા ગ્રુપ આ પરિવારની મદદે ગયું હતું અને તેથી પોલીસ હરકતમાં આવી ગઈ હતી. ગણતરીની મિનિટોમાં જ બુટલેગરને પકડીને લઈ આવી હતી. આ બુટલેગરને પોલીસે પકડી લેતા આ કોળી પરિવાર એ ફરીથી વિડીયો બનાવ્યો હતો અને હવે તેમને કોઈ પ્રશ્ન નથી અને તેઓ સામૂહિક આત્મહત્યા નહીં કરે તેવું વીડિયોમાં જણાવ્યું છે. તેમ જ તેમનાથી જો કોઈ એવો શબ્દ બોલાઈ ગયો હોય તો માફી માગી હતી તેમને ખાસ માંધદાતા ગ્રુપ નો આભાર માન્યો હતો.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/DhXnhnr1AzGBytQ4BGHLIc

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •