Placeholder canvas

રાજકોટ: લોકડાઉન ભંગમાં વાહન ‘ડીટેઈન’ થશે તો આરટીઓ બંધ છે તો દંડ ક્યા ભરશો?

ડીટેઈન વાહનો રાખવાની જગ્યા ખુટી પડી: નવુ મેદાન રખાયું

રાજકોટ: કોરોના સામેની લડાઈમાં દેશવ્યાપી લોકડાઉનનો ચૂસ્ત અમલ કરાવવા માટે પોલીસ વધુ કડક બની છે. પાસ વિના કે બીનજરૂરી રીતે બહાર નિકળતા લોકોના વાહનો જ જપ્ત કરવામાં આવી રહ્યા છે.

ગણતરીના દિવસોમાં 1700 વાહન જપ્ત થઈ ગયા છે. સામાન્ય રીતે ઢેબર ચોકમાં ડીટેઈન વાહનો રાખવામાં આવતા હોય છે પરંતુ ત્યાં જગ્યા ખુટી પડી છે હવે દોઢસો ફૂટ રોડ પર શીતલપાર્ક ખાતે નવા મેદાનમાં વાહનો રાખવામાં આવી રહ્યા છે.

આરટીઓ બંધ છે એટલે દંડ ભર્યા વિના વાહનો છુટવાના નથી. પોલીસે ફરી ચેતવણી દોહરાવી છે કે બીનજરૂરી રીતે બહાર નિકળ્યરા તો જપ્ત વાહનો આ રીતે દિવસો સુધી પડયા રહેશે, વાહનો છુટ્ટી નહીં શકે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/H1qbExReKZ94dUC0AhI65L

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો