વાંકાનેર: જાલસીકામા હેન્ડીકેપ મતદારે અને કોઠીમાં વરરાજાએ મતદાન કર્યું.

વાંકાનેર તાલુકાના જાલસિકા ગામમાં રહેતા ડાંગર જેન્તીભાઇ મેણંદભાઈ (ઉંમર ૪૨ વષૅ) તેઓ હેન્ડીકેપ છે, તેઓને પગમાં તકલીફ છે આમ છતાં તેમના ભત્રીજા એડવોકેટ ડાંગર કુલદીપના સથવારે મતદાન મથકે પહોંચ્યા અને પોતાની ફરજ અદા કરી .

જેન્તીભાઇ ડાંગર એ વઘુ માં જણાવ્યું કે મતદાન કરવુ એ આપણી નૈતિક ફરજ છે. દરેક મતદારે મતદાન અવશ્ય કરવું જોઈએ.

કોઠીમા વરરાજાએ કર્યું મતદાન

વાંકાનેર તાલુકાના કોઠી ગામમાં રહેતા મહમદઆકીબ મહમદરફીક બાદીએ આજે તેમના લગ્ન હોવા છતાં પણ ભારતીય નાગરિક તરીકે પોતાની ફરજ પુરી કરી અને સારા સ્થાનિક સ્વરાજ માટે મતદાન કર્યું હતું. આ વરરાજાએ દરેક લોકોને મતદાન કરવા અપીલ કરેલ છે.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •