Placeholder canvas

મોરબી જિલ્લામાં કોરોનાનો પુનહ પ્રવેશ : વાંકાનેરમાં પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો

રાજકોટની ક્રાઈસ્ટ હોસ્પિટલમાં સારવારમાં રહેલા 62 વર્ષના પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

મોરબી : ગ્રીન ઝોન અને કોરોના મુક્ત થયેલા મોરબી જિલ્લામાં કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે. રાજકોટ દાખલ વાંકાનેરની અરુનોદય સોસાયટીમાં રહેતા 62 વર્ષના પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ.કતીરાના જણાવ્યા મુજબ રાજકોટ ક્રાઈસ્ટ હોસ્પિટલમાં દાખલ વાંકાનેરની અરુનોદય સોસાયટીમાં રહેતા જીતુભા બી. ઝાલા, ઉંમર 62નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગઈકાલે રાત્રે રાજકોટ ખાતે તેમનું સેમ્પલ લેવાયું હતું. જેનો આજે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમને છેલ્લા 5 દિવસથી તાવ, શરદી હતી અને તેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી કે તેઓ કોઈ કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં ના આવ્યાનું જાણવા મળ્યું છે. હાલ આરોગ્ય વિભાગની ટિમો વાંકાનેર રવાના થઈ આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/EP4tkqlGpAzIqxPLQGfRfc

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો