Placeholder canvas

ટંકારા:ત્રણ દિવસનું અલ્ટીમેટમ પછી આજે પાંચમાં દિવસે પણ ડાયવરજન ડંમરીથી બમબોર..!!

By Jayesh Bhatasana -Tankara

ત્રણ દિવસ ના અલ્ટીમેટમ ની પણ અવગણના કરી આજે પાંચમા દિવસે પણ ટંકારા ના લતીપર ચોકડીએ ઓવરબ્રિજના અવેજીનો ડાયવરજન ડંમરીથી બમબોર. શાળાના ભુલકાથી રહીશોના સ્વસ્થ્ય પર ખતરો, શરદી ઉધરસને તાવના કેસો નોંધાયા. દબાણો દૂર કરવા તંત્રને કોન્ટ્રાક્ટરો નાકામ સ્વૈચ્છિક રીતે હટાવવાની કેસેટ ક્યા સુધી. નિતી નિયમો ની ઐસી તૈસી કરીને ચાલતુ કામ. અઠવાડિયામાં કાળા રંગના ડામર નો ડાયવરજન બનાવવા નો અધીકારી નો ખોખલો જવાબ

રાજકોટ મોરબી રોડ કરછ ને જામનગર ને જોડતા નેશનલ હાઈવે ને ફોરલેનડ કરવા કરોડો કોન્ટ્રેક્ટ આપ્યો છે જેમા દયાનંદ સરસ્વતી ની જન્મ ભુમી ટંકારા લતીપર ચોકડીએ ઓવરબ્રિજ ના અણધડ કામ ને લઈને અનેક મુસાફરો મુસકેલી વેઠી રહ્યા છે અને આ બાબતે જવાબદાર તંત્ર પણ ધુતરાષટની ભુમિકા ભજવી રહા હોય તેમ વગર ડાયવરજન સાથે વાહનચાલકો હેરાન થાય એવી રીતે કોન્ટ્રાક્ટરો કામગીરી કરી રહા છે.

જીલ્લા કક્ષા ના પ્રજાસત્તાક દિન ની ઉજવણી ટંકારા થવા ની છે ત્યારે સંકલન સમિતિ મા કોન્ટ્રેક્ટ ના કર્મચારી ને બધા વચ્ચે પ્રાત અધિકારી એ આડેહાથ લઈ દિવસ ત્રણ મા ડાયવરજન નો વૈકલ્પિક વ્યવસ્થા કરવા આદેશ આપ્યો હતો પરંતુ પોતાનુ ધારયુ કરવા ની ટેવ રાખતા કોન્ટ્રાક્ટરો એ રીતસર ના પાચ દીવસ પછી પણ કાઈ કાંદો કાઢે એવુ કર્યુ નથી ઉલ્ટા નુ જે દબાણ હેઠળ નો વિસ્તાર છે એને રહીશો જાતે દુર કરે એવી નિતી અપનાવી છે જેથી અધિકારી ની કામકરવા ની રીત પર અનેક સવાલો ઉભા થયા છે.

તદ્ઉપરાંત ટંકારા ની એમ પી દોશી વિધાલય ના ધો 1 થી 12 સુધી ના હજારો બાળકો સાથે રોડ ની બાજુ ના રહીશો ને દુકાનદારો ધુળની ડમરી થી ત્રાહીમામ પોકારી ઉઠયા છે અને રોગચાળા ના ઓછાયા હેઠળ ભણી ને વેપાર કરી રહ્યાં છે આ અંગે પદુષણ બોર્ડની ટીમ જો તપાસ કરી નમુના લે તો એ પણ ચોકી ઉઠશે.

જે કામગીરી વર્ષો થી ચાલી રહી છે તેમા નિયમો ની એસી તેસી કરી કોન્ટ્રાક્ટરો મન પડે તેમ કામગીરી કરતા હોવાનું જાણવા મળ્યું છે પતરા રૂપી સેપ્ટી થી લઈને ડાયવરજન ના બોડ સાથે અનેક સવાલો ઉભા થયા છે.

આ અંગે રોડ વિભાગ ના બાસીદા સાથે વાત કરતા દિવસ સાત મા ડામર નો ડાયવરજન નો રાગ આલાપયો છે ત્યારે જોવુ એ રહુ કે દબાણ હેઠળ રોડ પર પાણી નો નિકાલ વાહન નુ પાર્કીંગ અને રાહદારીઓ ને નડતર કરી રહેલા ને જાતે જ કામ કરવા નુ કેમ કહી રહા છે પોતેજ કેમ કાયદા નો ધોકો ઉપાડી નડતર ને દુર કેમ નથી કરતા તે ખોરી નીતી થી અનેક સંકા સાથે ની અધીકારી ની નિતી ઉજાગર થાય છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/FhWQhEgwM79JCLkxAayZB3

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો