હથિયાર હેઠા: રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેનનું રાજીનામું

રાજકોટ જિલ્લા પંચાયતમાં કારોબારી સમિતિના ચેરમેને આજે બળાબળના પારખા પૂર્વે જ રાજીનામું આપી દીધું હતું. આ ઘટનાક્રમ પછી જિલ્લા પંચાયતના રાજકારણમાં આંતરિક સમીકરણો બદલાવવાની અટકળો ઉભી થઇ છે.

રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન રેખાબેન પટોળીયાની નીતિરીતિ સામે સભ્યોએ વાંધો લીધો હતો. જેમાંથી 6 સભ્યોએ અવિશ્ર્વાસ દરખાસ્ત પેશ કરી હતી. જિલ્લા તંત્ર દ્વારા બહુમતી સાબિત કરવા 15 દિવસનો સમય માગ્યો હતો. તેઓએ બેઠક બોલાવી નહતી. વિકાસ કમિશનરે 17મીએ મીટીંગ રાખીને વિશ્વાસ પ્રસ્તાવને ફેંસલો લેવાની સૂચના આપી હતી.

અવિશ્વાસ દરખાસ્તનાં એજન્ડા સામે આજે કારોબારી બેઠક યોજાય તે પૂર્વે જ કારોબારી ચેરમેને રાજીનામું આપી દીધું હતું. તેઓએ સવારમાં જ જિલ્લા વિકાસ અધિકારીને રાજીનામું સોંપી દીધું હતું.

કારોબારી ચેરમેન કોંગ્રેસમાંથી ચૂંટાયા બાદ બાગી જૂથમાં સામેલ થયા હતાં. કોંગ્રેસનાં શાસનને ઉથલાવવા ભાજપ-બાગીઓએ ઘણી મહેનત કરી હતી. કારોબારી સહિતની સમિતીઓ પર બાગીઓએ કબજો જમાવ્યો હતો.હવે બાગી સભ્યને જ અવિશ્વાસ દરખાસ્ત મુકીને કાઢવામાં આવ્યાં છે. બાગી જૂથમાં ફાડીયા પડ્યા છે. સત્તાના સમિકરણો બદલાઈ શકે છે. હવે કોંગ્રેસનું શાસન ઉથલાવવામાં ભાજપ-બાગીઓને નવી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/FhWQhEgwM79JCLkxAayZB3

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •