Placeholder canvas

સૌરાષ્ટ્રમાં ‘રેડ અલર્ટ’ ભારેથી અતિભારે વરસાદની આગાહી, ક્યાં જિલ્લામાં પડશે સાંબેલાધાર વરસાદ? જાણો

રાજ્યમાં આજે મેઘરાજા મનમૂકીને વરસ્યા છે, સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ગીરસોમનાથમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને જામનગર અને રાજકોટમાં તો જળબંબાકારની સ્થિતિ છે. રાજ્યના 147 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ રાજકોટના લોધિકામાં 17.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સ્થિતિમાં સૌરાષ્ટ્રમાં આજે રેડ અલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ આજે જણાવ્યું છે કે 24 કલાકમાં જૂનાગઢ, રાજકોટ, જામનગરમાં અતિભારે વરસાદની આગાહી છે અને રેડ એલર્ટ છે. દેવભૂમિ અને દ્વારકા, પોરબંદરમાં અતિભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત ગીરસોમનાથ અને અમરેલીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જામનગર-રાજકોટ-જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

14મી તારીખે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગરમાં અતિભારે વરસાદની સંભાવના છે. જોકે, 14મી તારીખે વધારે ભારે વરસાદ ઉપરોક્ત સિવાયના જિલ્લાઓમાં નહીં પડે. પરંતુ 15મી તારીખે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

ત્રીજા દિવસે 15મીના દિવસે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં એક લો પ્રેશર બન્યું છે અને ચોમાસું નીચેથી પસાર થઈ રહ્યુ છે જેના કારણે ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે. ઓરિસ્સા પર પણ એક લો પ્રેશર સર્જાયું છે.

આ લો પ્રેશર ત્રીજા દિવસે મધ્ય પ્રદેશ સુધી આવી શકે છે. આના લીધે ક્યાંક ક્યાંક ભારેથી અતિભારે અને ક્યાંક ભારે વરસાદ થશે. જૂનાગઢ અને રાજકોટમાં અતિભારે વરસાદની સંભાવના છે. પાંચ દિવસમાં ખૂબ વધારે સક્રિય વરસાદ રહેશે. ગુજરાતમાં આગામી 5 દિવસોમાં વરસાદની સંભાવના છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો….https://chat.whatsapp.com/Gz7NiqCuzYCFetElwlWcjf

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…
જે મિત્રો પહેલા થી જ કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાયેલા છે તેમને આ નવા ગ્રુપમાં જોડાવાની જરૂર નથી

આ સમાચારને શેર કરો