Placeholder canvas

પોલીસ વિભાગમાં 1382 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

PSI, ASI અને ઇન્ટેલીજન્સ ઓફિસરની જગ્યા માટે 16મીથી ઓનલાઇન ફોર્મ ભરાશે.

રાજ્યના પોલીસ વિભાગમાં 1382 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત થઈ છે. આગામી તા.16થી ઓનલાઇન ફોર્મ ભરવામાં આવશે. આ સાથે જ ગુજરાત પોલીસ દળ વર્ગ-3 સંવર્ગના પીએસઆઈ, એએસઈ અનેઇન્ટેલીજન્સ ઓફિસરની જગ્યાઓ સીધી ભરતીની પ્રક્રિયા હાથ ધરાઈ છે.

ગુજરાત પોલીસ દળમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની પુરુષ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની 202, મહિલા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની 98, પુરુષ હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની 72, પુરુષ ઇન્ટેલીજન્સ ઓફિસરની 18, મહિલા ઇન્ટેલીજન્સ ઓફિસરની 9, પુરુષ બિન હથિયારી મદદનીશ સબ ઇન્સ્પેક્ટરની 659 અને મહિલા બિન હથિયારી મદદનીશ સબ ઇન્સ્પેક્ટરની 324 જગ્યાઓ માટે સીધી ભરતી કરવા ઓનલાઇન અરજી મંગાવવામાં આવી છે.

ઉમેદવાર આ ભરતી માટે https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર 16 માર્ચના બપોરના 2 વાગ્યાથી 31 માર્ચના રાત્રીના 11.59 વાગ્યા સુધી પોલીસ ભરતીની જાહેરાતના પેઇજ પર જઇ ઓનલાઇન અરજી કરી શકશે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/H1vrbxTYK6h3bx1pZJ3Wn3

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો