Placeholder canvas

રાજકોટ: મહિલાઓની દેશી દારૂની હાટડીઓ પર ‘જનતા રૅડ’

અનેકવાર પોલીસને આ વિસ્તારમાં દેશી દારૂ મળે છે તેવી રજૂવાત કરી હતી. પોલીસ તો અહીં આવે છે પરંતુ હપ્તા લઇને જતી રહે છે.

મુખ્યમંત્રીનાં મત વિસ્તાર યુનિવર્સિટી રોડ પર અસહ્ય ગંદકી અને રોડ રસ્તા ડ્રેનેજનો ત્રાસ તો છે જ. ઉપરાંત બાજુની ઝૂપડપટ્ટીમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેચાય છે. સ્થાનિકોએ આ અંગે પોલીસને રજૂઆત પણ કરી છે, પરંતુ પોલીસ કોઇ પગલા લેતી નથી. જેના કારણે લોકોએ જનતા રૅડ પાડી છે. અહીંનાં લોકો 24 કલાક દેશી દારૂ વેચે છે. પોલીસ આવે છે અને હપ્તા લઇને જતા રહે છે. પરંતુ આ દારૂનાં વેચાણને બંધ કરવાની તસ્દી લેતા નથી. જો આ અંગે કડક કાયદા નહીં લેવામાં આવે તો અમારે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.

રાજકોટ : તાજેતરમાં જ રાજકોટની ભાગોળે વોટરપાર્કમાં ચાલી રહેલી પોલીસની મહેફિલમાં ખુદ પોલીસ ત્રાટકી હતી. આ બનાવ બાદ પોલીસ તંત્રએ શહેરના જુદા જુદા સ્થળોએ દરોડા પાડ્યાં છે. પરંતુ આજે શહેરનાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે.કે. ચોક પાસે મહિલાઓએ મળીને જનતા રેડ પાડીને મોટા પ્રમાણમાં દેશી દારૂ ઝડપી પાડ્યો હતો. ત્યારે મહિલાઓએ જણાવ્યું હતું કે અમે અનેકવાર પોલીસને આ વિસ્તારમાં દેશી દારૂ મળે છે તેવી રજૂવાત કરી હતી. પોલીસ તો અહીં આવે છે પરંતુ હપ્તા લઇને જતી રહે છે. અમારી સમસ્યાનું સમાધાન જ નથી થઇ રહ્યું. ત્યારે આજે અમે જાતે જ આ દેશી દારૂ વેચાતા જગ્યા પર દરોડા પાડ્યાં છે. અહીં આ ધંધો ચલવનારા બધા જ ફરાર થઇ ગયા છે.

આ અંગે મહિલાઓનું કહેવુ છે કે, આ વિસ્તારમાં યુવાનથી માંડીને વૃદ્ધો દારૂ પીને પડી રહે છે. અમારે ઘરની બહાર જવું મુશ્કેલ થાય છે. આ વિસ્તારમાં અમારી દીકરીઓને મોકલતા પણ અમને ડર લાગે છે. આ લોકો દારૂ પીને છટકા બને છે અને ઘણી વખત બૂમાબૂમ પણ કરતાં હોય છે. અમારા બાળકો જ્યારે અમને પૂછે છે કે આ સેની વાસ આવે છે આ શું છે તો અમારે જવાબ આપવાનો ભારે પડી જાય છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/E8dgReCMZEvFSbLkqxZbHJ

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો