રાજકોટ ડેરીએ ફરી વખત દુધના ખરીદ ભાવ વધાર્યા

રાજકોટ દૂધ સંઘનાં વહીવટમાં દૂધ ઉત્પાદકોનાં આર્થિક-સામાજીક હિતોને જ પ્રાધાન્ય આપવામાં આવે છે. કોરોના મહામારીના કારણે આજે શહેર અને ગ્રામ્ય વિસ્તારનાં લોકો આર્થિક ખેંચ અનુભવી રહયા છે. તેમજ ચોમાસાની સીઝનમાં ખેતીમાં પૈસાની જરૂરીયાતને ધ્યાનમાં લઇને દૂધ ઉત્પાદકોને આર્થિક રીતે મદદ થવાના પ્રયાસ રૂપે દૂધ સંઘનાં નિયામક મંડળે 10 દિવસનાં ટુંકા ગાળામાં બીજી વખત દૂધનાં પ્રતિકિલો ફેટનાં ખરીદ ભાવમાં રૂા.20 નો વધારો કરી દૂધ ઉત્પાદકોને તા. 21/07/2020 થી દૂધના પ્રતિ કિલો ફેટના ખરીદભાવ રૂ.680 આપવાનો હજારો દૂધ ઉત્પાદકોનાં હિતમાં નિર્ણય કરેલ છે.

આ સમાચારને શેર કરો
  • 97
  •  
  •  
  •  
  •  
  •  
    97
    Shares