રાજકોટ: એસિડ હુમલામાં મોરબીના ત્રણ શખસો સકંજામાં

રાજકોટમાં બે મીત્રો ઉપર એસીડ હુમલામાં મોરબીના રેલવે સ્ટેશન પાસે રહેતા એક શખ્સ અને તેના સગીર વયના મીત્રોને પોલીસે સકંજામાં લઇ ભેદ ઉકેલી નાખ્યો છે. ફેસબુકમાં વિવાદીત પોસ્ટ બાબતે આ હુમલો થયાનું ચર્ચા રહયું છે. સાચુ કારણ જાણવા પોલીસ તપાસ હાથ ધરી છે.

રાજકોટ શહેરના ગોંડલ ચોકડી ખાતે રીક્ષા લઈને ઉભેલા ગુલમહોમ્મદભાઈ પુલેજા અને તેના મિત્ર અફઝલ યુસુફ ખાન પઠાણ (ઉ.૨૨)ને ત્રણ અજાણ્યા યુવાનોએ આવી અને એસટી બસ સ્ટેન્ડ જવા રીક્ષા ભાડે કરી હતી : બાદમાં રીક્ષા ભાડે કરનાર ત્રણેય યુવાનોએ રીક્ષાચાલકોને આજી ડેમ માંડા ડુંગરેથી કેટરર્સમાં કામ કરતી બહેનોને લેવા જવાનું છે તેમ કહી માંડા ડુંગરના વળાંક પાસે રીક્ષા ઉભી રખાવેલ, જ્યાં ત્રણ અજાણ્યા યુવાનો રીક્ષામાંથી ઉતરી ગયેલ અને ત્રણ પૈકી બે યુવાનોએ ખિસ્સામાંથી એસીડની બોટલ કાઢી અને રીક્ષા ચાલક બંને મિત્ર ઉપર એસીડ એટેક કર્યો હતો. જેમાં અફઝલના મોઢા ઉપર છાંટા પડ્યા હતા : તેમજ શરીરના ભાગે પણ દાઝી ગયો હતો : ત્રણેય અજાણ્યાઓ એસીડ ફેંકી અને નાસી છૂટ્યા હતા આ દરમિયાન ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્રીત થઈ ગયેલ અને બંનેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. જયાં એસીપી ક્રાઈમ, એસઓજી પીઆઈ વગેરે સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી જઈ અને બનાવની વિગતો જાણી હતી અને આસપાસના સીસીટીવી કેમેરાના ફુટેજના આધારે એસીડ એટેક કરી નાસી છૂટેલ શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા જેમાંથી એક શખ્સને ઝડપી લઇ અન્યોની શોધખોળ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો
  • 987
  •  
  •  
  •  
  •  
  •  
    987
    Shares