વાંકાનેર: નવનિયુક્ત પી.આઈ. સોનારા શહેરમાં કર્યુ ફૂટપેટ્રોલિંગ…

વાંકાનેર: ગઈકાલે વાંકાનેર શહેર પોલીસ મથકમાં પીઆઇ નો ચાર્જ સંભાળનાર બી.પી. સોનારાએ આજે સાંજના વાંકાનેર શહેરમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું અને લોકોને નિયમનું પાલન કરવાનો સંદેશો આપ્યો હતો.

આજે સાંજના નવનિયુક્ત પી.આઈ સોનારા, psi પી.સી મોલીયા અને અન્ય સ્ટાફ સાથે વાંકાનેર પોલીસ મથકથી દાણાપીઠ ચોક, પ્રતાપરોડ, માર્કેટચોક, સ્ટેચ્યુ થઈને મેઇન બજારમાં ફૂટપેટ્રોલિંગ કર્યું હતું. રસ્તામાં જે લોકો માસ્ક પહેર્યા વગરના મળ્યા તેઓને રોકીને દંડ કર્યો હતો. તેમજ રસ્તામાં અને ટ્રાફીકને અડચણરૂપ પોતાની વસ્તુ બહાર રાખતા વેપારીઓને સૂચના આપી હતી અને માર્કેટ ચોકમાં બેઠેલી ગાયોના મોટુ ટોળું પણ ધ્યાનમાં આવ્યું હતું અને તેમને ત્યાથી હટાવવાની GRD અને TRBને સૂચના આપી હતી.

આજે ફૂટપેટ્રોલિંગ દ્વારા પી.આઈ સોનારાએ પોતાની કાર્યશૈલી મુજબ કામગીરીની શરૂઆત કરી છે અને લોકોને શાંતિ અને સલામતી માટે તેમજ ટ્રાફિક સમસ્યા માટે પોતે કામ કરશે તેઓ આજના ફૂટપેટ્રોલિંગ પરથી લાગી રહ્યું છે.

વોટ્સએપથી પહેલા સમાચાર મેળવવા માટે કપ્તાનની ટેલિગ્રામ ચેનલ જોઈટ કરવા નીચેની લિંક પર ક્લીક કરો….. https://t.me/kaptaannews

આજે પીઆઇ સોનારાના ફૂટ પેટ્રોલિંગ દરમિયાન જ્યાં એ પસાર થતા ત્યાંના લોકો સાહેબ ‘આકરા’ લાગે છે એવી વાતો કરતા સાંભળવા મળ્યા હતા અને લોકો આવા આકરા અધિકારીની જરૂર છે તેવી પણ ચર્ચા કરતા હતા આશા રાખીએ વાંકાનેર વાસીઓને આ આશા ફળીભૂત થશે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/DEu4hGaAFCkKgqPWw0goaT

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  • 61
  •  
  •  
  •  
  •  
  •  
    61
    Shares