Placeholder canvas

ટંકારામાં કોરોનાનો પુન:પ્રવેશ, 60 વર્ષના વૃદ્ધાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

By Jayesh Bhatashna (Tankara)

ટંકારા : ટંકારા શહેરના ત્રણ હાટડી શેરી પાસે રહેતા પ્રજાપતિ પરીવારના 60 વર્ષીય ભાનુબેન નટુભાઈનો રીપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે. તેઓની બે દિવસ પહેલા તબિયત ખરાબ થતાં શહેરની સરકારી હોસ્પિટલ ખાતે દેખાડયા પછી હાજર ડોક્ટરએ રીફર કર્યા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓના શંકાસ્પદ દર્દી તરીકે નમુના લેવાયા હતા. જેનો રિપોર્ટ આજે પોઝીટીવ આવ્યો છે.

ટંકારામાં પ્રખ્યાત નટુભાઈ સાઈકલવાળાના પત્ની ભાનુબેનને પગમાં દુ:ખાવા સિવાય અન્ય કોઈ બિમારી ન હોવાનું જાણવા મળ્યું છે. આ કેસને પગલે જીલ્લા આરોગ્યના વડા ડો. કતિરા, તાલુકા હેલ્થ ઓફિસર આશિષ સરસાવડીયા, મેડિકલ ઓફિસર સુમન ફેફર, એમ.પી.એચ.એસ. હિતેષ પટેલ અને ઉમેશ ગોસાઈ સહિતની ટીમે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. આ કેસ સાથે ટંકારા તાલુકામાં કોરોના કેસની સંખ્યા 3 થઈ ગઈ છે. તેમજ મોરબી જિલ્લાના કુલ કોરોના પોઝીટીવ કેસની સંખ્યા 137એ પહોંચી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Gmb1H0H8ar4FxdlZEoiuoc

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો