Placeholder canvas

રાજકોટમાં ‘મુન્નાભાઈ MBBS’નો રાફડો!આઠ જ દિવસમાં આઠ બોગસ તબીબોને ઝડપાયા

રાજકોટ પોલીસ દ્વારા ફરી એક વખત મુન્નાભાઈ એમબીબીએસની ધરપકડ કરવામાં આવી છે. શહેરના કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બેડલા ગામે નકલી ડોક્ટરની ધરપકડ કરી છે. નકલી ડોક્ટર કિરીટ સતાણી છેલ્લા દોઢ વર્ષથી પોતાના ઘરે જ લોકોને તપાસતો હતો.

કિશોર સતાણી માત્ર ૧૨ ચોપડી જ પાસ છે. તે ઉપરાંત તેને સેનેટરી ઇન્સ્પેક્ટર તેમજ નર્સિંગનો કોર્સ કર્યો છે. તો સાથે જ ખુદ આરોપીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, તે છેલ્લા ૨૨ વર્ષથી નર્સિંગની પ્રેક્ટિસ કરી રહ્યો છે. છેલ્લા ૨૨ વર્ષમાં તે રાજકોટની નામાંકિત હોસ્પિટલોમાં નર્સિંગનું કામ કરી ચૂક્યો છે. તો મીડિયા સાથેની વાતચીતમાં ખુદ આરોપીએ જ ગુનો આચર્યાનુ કબુલાત નામુ પણ આપ્યું છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી કિશોર સતાણી છેલ્લા દોઢ વર્ષથી બેડલા ગામે પોતાના ઘરમાં જ દર્દીઓને તપાસવાનું કામ કરતો હતો. પોલીસને ચોકકસ બાતમી મળી હતી કે, આરોપી કિશોર સતાણી પાસે કોઈપણ જાતની ડૉક્ટરની ડિગ્રી ધરાવતો ન હોવા છતાં ડોક્ટરની પ્રેક્ટિસ કરી રહ્યો છે. જે બાતમીના આધારે એસઓજી સ્ટાફ દ્વારા કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બેડલા ગામે કિશોર સતાણીના ઘરે રેડ પાડતા તેના ઘરેથી ઇન્જેક્શન દવાઓ સહિતનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી માસમાં જ રાજકોટ એસઓજી દ્વારા ૪ બોગસ તબીબોને ઝડપી પાડવામાં આવ્યા હતા. તો સાથે જ અન્ય પોલીસ સ્ટેશન દ્વારા ૪ બોગસ તબીબોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આમ જાન્યુઆરી માસમાં રાજકોટ પોલીસ દ્વારા આઠ જ દિવસમાં આઠ જેટલા બોગસ તબીબોને ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારે હજુપણ ગણ્યાગાંઠ્યા બોગસ તબીબો પ્રેક્ટિસ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે.

આ સમાચારને શેર કરો