Placeholder canvas

લુણસરીયા કાર અકસ્માત: થર્ટી ફર્સ્ટની પાર્ટીમાંથી મોરબીના યુવાનો પરત ફરતા હતા.

વાંકાનેર: થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે ઘણી પાર્ટીઓ કરવામાં આવતી હોય છે. જેમાં દારૂ એ સામાન્ય અને લગભગ કોમન બાબત હોય છે. ગત રાત્રે મોરબી જીલ્લામાં થર્ટી ફર્સ્ટની પાર્ટી કરીને પરત ફરતા યુવાનોની કાર ગત રાત્રે વાંકાનેરના લુણસરીયા પાસે પલટી મારી જતા ગોજારો અકસ્માત સર્જાયો હતો. જેમાં બે યુવાનોના મોત થયા છે.મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં આવતા લુણસરીયા ગામ પાસે ગઈકાલે એક ગાડી પલટી મારી જતા કારમાં બેઠેલા વ્યક્તિઓમાંથી બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થઇ હતી હાલમાં તેઓને રાજકોટ સારવારમાં ખસેડવામાં આવેલ છે.

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની હદમાં આવતા લુણસરીયા ગામ નજીકથી પસાર થઈ રહેલી કાર નંબર જીજે 01 કેસી 7525 પલટી મારી જતાં આ કારની અંદર બેઠેલા પાંચ વ્યક્તિઓ પૈકીના બે વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને ત્રણને ગંભીર ઇજાઓ થઇ હોવાથી પ્રથમ વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.

વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે આ અકસ્માતના બનાવની અંદર જે બે વ્યક્તિઓના મોત થયા છે તેમાં મોરબીની સંઘવી શેરીમાં રહેતા ચેતનભાઇ હસમુખભાઈ નિમાવત (ઉ,32) તેમજ લાલપર ગામે રહેતા ધર્મેન્દ્રભાઈ ચંદુભાઈ મકવાણાનો સમાવેશ થાય છે અને જે ત્રણ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે તેમાં અલ્પેશભાઈ ધોળકિયા, વિપુલભાઇ રઘુભાઈ કોરવાળીયા જાતે રાવળદેવ (ઉ 25), અને કલ્પેશભાઇ હસમુખભાઈ નિમાવતનો સમાવેશ થાય છે.

મળેલ માહિતી મુજબ ગઈકાલે થર્ટી ફાસ્ટ હોવાથી પાંચેય યુવાનો થાન બાજુ પાર્ટી કરવા માટે ગયા હતા અને ત્યાંથી પરત આવતા હતા ત્યારે આ ગોજારો અકસ્માત સર્જાયો હતો.

આ સમાચારને શેર કરો