Placeholder canvas

મોરબી સબ જેલના કેદીઓને વ્યશન મુક્તિ અંગે માહિતગાર કરાયા

મોરબી:આજે તા.૧૯/૦૨/૨૦૨૦ ના રોજ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ સબ જેલ મોરબી ખાતે ડીસ્ટ્રીક ટોબેકો કંટ્રોલ સેલ મોરબી અને જીલ્લા સમાજ સુરક્ષા વિભાગ મોરબીના સયુંકત ઉપક્રમે સબ જેલના તમામ કેદીઓને તમાકુ નિષેધ અંગે માહિતી આપવામાં આવી હતી આ તાલીમમાં ૨૩૪ જેટલા કેદીઓ હાજર રહીયા હતા.

આ કાર્યક્રમમાં ડીસ્ટ્રીક ટોબેકો કંટ્રોલ સેલના સમાજ કાર્યકર શ્રી તેહાન એમ શેરસીયા દ્વારા પાવર પોઈન્ટ પ્રેજેન્ટેશન દ્વારા તમાકુના વ્યસનની શારીરિક અસરો, આર્થિક અસરો તથા ભારત સરકારનાં સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ- ૨૦૦૩ ની માહિતી આપવામાં આવી હતી તથા દરેક કેદીઓને વ્યસન મુક્ત રહેવા માટે અર્બન પ્રોગામ આસીસ્ટન્ટ મૌલિક પંડ્યાએ દરેક કેદીઓને વ્યસન મુકિત અંગેના શપથ લેવડાવવામાં આવ્યા અંતે જેલ અધિક્ષક એલ.વી.પરમારએ દરેક કેદીઓને વ્યસનમુક્ત બનવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં સમાજ સુરક્ષા વિભાગમાંથી રંજનબેન મકવાણા પણ ઉપસ્થિત રહીયા હતા.

આ સમાચારને શેર કરો