Placeholder canvas

જો બેરોજગારીનો દર આજ રીતે વધશે તો ભાજપને રામમંદિર પણ બચાવી નહીં શકે: સુબ્રહ્મણ્યમ સ્વામી

બીજેપીના રાજયસભાના સંસદસભ્ય સુબ્રહ્મણ્યમ સ્વામીએ બેરોજગારી અંગે ચિંતા વ્યક્ત કરી છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં સુબ્રહ્મણ્યમ સ્વામીએ જણાવ્યું છે કે ભારતની અર્થવ્યવસ્થાની ખરાબ સ્થિતિ બીજેપીને બચાવી શકશે નહીં. જો અર્થવ્યવસ્થાની સ્થિતિ આવી જ રહેશે તો રામમંદિરના નિર્ણય બાદ જે સફળતા મળી છે એ પણ બીજેપીને કામ લાગશે નહીં.

સ્વામીએ જણાવ્યું હતું કે બેરોજગારી વધું જ સમાપ્ત કરી દેશે. જો આવી જ સ્થિતિ યથાવત રહેશે તો બીજેપી ઝારખંડ અને દિલ્હીમાં ચૂંટણી હારી જશે. અહીં રામમંદિરની લહેર કામ નહીં આવે. જો આનો યોગ્ય ઉકેલ લાવવામાં નહીં આવે તો લોકપ્રિયતા ઘટી જશે અને લોકો તેમને પડકાર આપવાની શરૂઆત કરી દેશે.

સુબ્રહ્મણ્યમ સ્વામીએ અગાઉ નાણાપ્રધાન નિર્મલા સીતારમણ પર અણઆવડતનો આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે તેમને અર્થશાસ્ત્ર અંગે જાણકારી નથી. તેમણે વર્તમાન જીડીપી રેટ અંગે શંકા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે દેશનો જીડીપી 4.5 ટકા નહીં, 1.5 ટકા છે.

આ સમાચારને શેર કરો